શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં એક આતંકી ઠાર, બે જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ પહેલા બારામુલામાં સુરક્ષાદળોએ જૈશના બે આતંકીઓને ઠાર કર્યા હતા.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયામાં કનિગામ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની મળેલી ગુપ્ત સૂચના પર તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું જ્યારે સુરક્ષાદળોના જવાન તપાસ અભિયાન કરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. અધિકારીએ જણાવ્યું કે ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી.
અધિકારીએ કહ્યું જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું ઠાર કરવામાં આવેલા આતંકીની ઓળખ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે તે ક્યા સમૂહ સાથે જોડાયેલો છે. અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં બે સૈનિકા ઈજાગ્રસ્ત થયા છે અને તેની સારવાર ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement