શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનને LoCમાં ઘૂસણખોરી કરવી મોંઘી પડી, ભારતીય સેનાએ 7 ચોકી તોડી પાડી
શ્રીનગર: પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાથી ગભરાયેલી પાકિસ્તાની સેના કાશ્મીરમાં એલઓસી પર 12 જગ્યાએ ફાયરિંગ કર્યું હતું. તેના બદલામાં મોડી રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનની પાંચ ચોકી તોડી પાડી છે. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કરીને જૈશના ઘણાં ઠેકાણા તોડી પાડ્યા હતા. આ હુમલામાં 350 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાના સરહદ પાર ઓપરેશન બાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સેના LoC પર ગોળીબાર કરી રહી છે જેના જવાબમાં ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે. જવાબી કાર્યવાહીમાં ઈન્ડિયન આર્મીએ પાકિસ્તાનની 5 ચોકીઓને ધ્વસ્ત કરી દીધી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કેટલાંય સૈનિકો ઘાયલ થયા છે.
વહેલી સવારથી જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રહેણાંક મકાનમાં 2-3 આતંકીઓ છુપાયા છે. હાલ સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે અથડામણ ચાલુ છે. બંને બાજુથી ફાયરિંગ ચાલુ છે અને ઈન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને એસઓજીનું ઓપરેશન ચાલુ છે. જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.
એક રક્ષા અધિકારીએ કહ્યું હતું કે, ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદાજે પાંચ ચોકીઓને ગંભીર નુકસાન થયું છે. પાકિસ્તાની સેનાને સામાન્ય નાગરિકોના ઘરોમાંથી મોર્ટાર અને મિસાઇલ છોડતા દેખાયા છે. રાજૌરી અને પૂંછ જિલ્લામાં પણ પાકિસ્તાનીઓને નુકસાન પહોંચ્યું છે. હુમલા માટે પાકિસ્તાની સેના સામાન્ય નાગરિકોને માનવ કવચ તરીકે ઉપયોગ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement