Pampore Encounter: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, પંપોરમાં લશ્કરના ટોપ કમાન્ડર સહિત બે આતંકી ઠાર
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથઢામણમાં લશ્કર-એ-તૈયબાના આતંકી ઉમર મુશ્તાક ખાંડે સહિત બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા
જમ્મુ -કાશ્મીરના પુલવામાના પંપોર વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથઢામણમાં લશ્કર-એ-તૈયબાના આતંકી ઉમર મુશ્તાક ખાંડે સહિત બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ -કાશ્મીર પોલીસે આ સમાચારની પુષ્ટિ કરી છે. સુરક્ષા દળોએ આ આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની સામગ્રી જપ્ત કરી છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં બે આતંકીને ઠાર કરાયા છે.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડે તેના સહયોગી સાથે ઠાર કરવામાં આવ્યો છે. જોકે, માર્યા ગયેલા અન્ય આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. તેમણે કહ્યું કે આઠ કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાવામાં આવ્યા.
જણાવી દઈએ કે લશ્કર કમાન્ડર (એલઈટી) ઉમર મુશ્તાક ખાંડેએ કાશ્મીર ઝોન પોલીસના બે સહયોગીઓ એસજીસીટી મોહમ્મદ યુસુફ અને સીટી સુહેલ આહને શ્રીનગરના બઘાટમાં હત્યા કરી હતી, જ્યારે તેઓ પંપોરમાં ચા પી રહ્યા હતા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અન્ય ઘણા ગુનાઓમાં આ સૌથી અક્ષમ્ય ઘટના હતી.
હવે શ્રીનગરના બે આતંકીઓ મેહરાન અને વસીમ શિકાર પર છે. તમને જણાવી દઈએ કે પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. નજીક પહોંચતા જ આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું, જેના જવાબમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા.
કાશ્મીર પોલીસે એક નિવેદન જારી કર્યું છે, જેમા કહેવામાં આવ્યું છે કે, લશ્કર આતંકી ઉમર ખાંડે જેમણે અમારા બે સાથીઓ મોહમ્મદ યૂસુફ અને સુહૈલને આ જ વર્ષે શ્રીનગરમાં હત્યા કરી હતી, તેને પંપોર એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. પોલીસ જવાનો પર એ સમયે હુમલો થયો હતો જ્યારે તેઓ ચા પી રહ્યા હતા. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું 9 એન્કાઉન્ટરમાં 13 આતંકવાદીઓ માર્યા ગયા.