શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરના પુલવામામાં અથડામણ, સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા, આર્મીનો એક જવાન પણ ઘાયલ
માર્યા ગયેલ આતંકવાદીઓની ઓળખ અને તે ક્યા ગ્રુપ સાથે જોડાયેલ હતા તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં અવંતીપોરામાં રવિવાવે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ થઈ, જેમાં બે આતંકવાદી ઠાર થયા. આ અથડામણ દરમિયાન એક જવાન પણ ઘાયલ થયો છે. ગોળીબાર દરમિયાન જવાનને એક આતંકાદીની ગોળી પગમાં લાગી હતી.
દક્ષિણ કાશ્મીરના અવંતીપુરા વિસ્તારના સમ્બૂરમાં આતંકવાદીઓએ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં તપાસ શરૂ કરી. સુરક્ષાદળો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્રવાઈ કરી અને ત્યાર બાદ આ અથડામણ શરૂ થઈ.
અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા છે. માર્યા ગયેલ આતંકવાદીઓની ઓળખ અને તે ક્યા ગ્રુપ સાથે જોડાયેલ હતા તેના વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.
શૌચાલની નીચે બંકર બનાવીને સંતાઈ રહ્યા છે આતંકવાદી
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્રવાઈથી બચાવ માટે આતંકવાદી સંગઠનોમાં શૌચાલયોની નીચે બંકર બનાવીને સંતાવાવની એક નવી રીત જોવા મળી રહી છે. પોલીસ અને સેના અધિકારીઓનું માનવું છે કે, સુરક્ષાદોળની સાથે થયેલ જુદી જુદી અથટામણાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા બાદ આતંકી સંગઠન અને તેમની સાથે સહાનુભૂતિ રાખનાર સંતાવવા માટે નવા રસ્તા શોધી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement