Jammu Kashmir: શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલામાં એકનું મોત, એક પોલીસકર્મી સહિત 22 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોટો આતંકી હુમલો થયો છે. અમીરા કદલના હરિસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મોટો આતંકી હુમલો થયો છે. અમીરા કદલના હરિસિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે, જેમાં એક પોલીસકર્મી સહિત 22 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ અને સુરક્ષાદળોની ટીમને નિશાનો બનાવીને આ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો.
આ ગ્રેનેડ હુમલામાં એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું છે. હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી દીધી છે અને સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. હાલ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ જવાન અને અન્ય લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
Jammu and Kashmir: Several injured including police personnel in a grenade attack at Amira Kadal market, Srinagar. All the injured have been shifted to hospital: Police pic.twitter.com/mfhDhlKD2v
— ANI (@ANI) March 6, 2022