JEE Advanced 2021 Postponed: કોરોનાના કારણે વધુ એક મોટી પરીક્ષા પાછળ ધકેલાઈ, જાણો વિગત
કોરોના મહામારીના કારણે સંસ્થા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની નોટિસ સંસ્થાની વેબસાઈટ jeeadv.ac.in પર અપલોડ કરવામાં આવી છે.
![JEE Advanced 2021 Postponed: કોરોનાના કારણે વધુ એક મોટી પરીક્ષા પાછળ ધકેલાઈ, જાણો વિગત Jee Advanced 2021 Exam postponed for covid19 surge, get to know in details JEE Advanced 2021 Postponed: કોરોનાના કારણે વધુ એક મોટી પરીક્ષા પાછળ ધકેલાઈ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/23/b5446d681eea75abc752f4f1dead43bc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ખડગરપુરે આજે 2021ની જેઈઈ એડવાન્સ પરીક્ષા પાછળ ધકેલી હોવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારીના કારણે સંસ્થા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની નોટિસ સંસ્થાની વેબસાઈટ jeeadv.ac.in પર અપલોડ કરવામાં આવી છે.
આ પરીક્ષા 3 જુલાઈ,2021થી શરૂ થવાની હતી. વેબસાઇટ પર મૂકવામાં આવેલી નોટિસ મુજબ, વર્તમાન કોરોના મહામારીના કારણે 3 જુલાઈ 2021થી શરૂ થનારી જેઈઈ(એડવાન્સ) 2021 હાલ સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં ધો. 12 બોર્ડની યોજાશે પરીક્ષા
ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે. પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે. વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરાશે..ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.શિક્ષણમંત્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ ચુડાસમાએ ઉમેર્યુ હતું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)