શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસને મોટો ફટકો, પીએમ મોદીને મળ્યા બાદ સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સવારે દિલ્હીમાં અમિત શાહને મળ્યા અને બાદમાં પીએમ મોદી સાથે મીટિંગ કરી હતી. બાદમાં રાજીનામાનો નિર્ણય કર્યો હતો
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના રાજકારણમાં આજનો દિવસ કોંગ્રેસ માટે ખતરો બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે.
મુખ્યમંત્રી કમલનાથથી નારાજ થયેલા સિંધિયાએ મંગળવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને સત્તાના નવા દાવ રમ્યા છે. સિંધિયાએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિંધિયાનો રાજીનામાનો લેટર પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 10, 2020ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સવારે દિલ્હીમાં અમિત શાહને મળ્યા અને બાદમાં પીએમ મોદી સાથે મીટિંગ કરી હતી. બાદમાં રાજીનામાનો નિર્ણય કર્યો હતો.
હાલ શું છે મધ્યપ્રદેશની રાજકીય સ્થિતિ.......
મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે.
કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે, જ્યારે તેમને 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યનુ સમર્થન મળેલુ છે. આવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યનું સમર્થન છે.
બીજીબાજુ, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે.
આજે મંગળવારે હોળી હોવા છતાં બીજેપીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. ભોપાલમાં મંગળવારે સાંજે 7 વાગે બીજેપી ધારાસભ્ય દળની બેઠક મળવાની છે.
Congress leader Digvijaya Singh: We have evidence that three chartered plane (which reportedly flew Congress MLAs to Bengaluru) were arranged by the BJP. This is part of a conspiracy to reverse the mandate of people of Madhya Pradesh because Kamal Nath has acted against mafias. pic.twitter.com/zafZ7y2oDh
— ANI (@ANI) March 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion