Kamal Haasan Covid Positive: અમેરિકા ટ્રિપથી પરત ફરેલો આ સ્ટાર એક્ટર આવ્યો કોરોનાની ઝપેટમાં, હોસ્પિટલમાં થયો આઈસોલેટ
kamal haasan Tests Covid 19 Positive :કલમ હાસને ટ્વીટ કરીને લખ્યુ, યુએસ ટ્રિપથી પરત ફર્યા બાદ હળવી ખાંસી હતી. તપાસમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. હું હોસ્પિટલમાં આઈસોલેટ છું.
Kamal Haasan Covid Positive: અભિનેતા-રાજનેતા કમલ હાસન કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તાજેતરમાં અમેરિક ટ્રિપથી પરત ફરેલા અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ફેંન્સને આ જાણકારી આપી છે. કમલ હાસને વેક્સિની લીધી હોવા છતાં સંક્રમિત થયા છે.
કલમ હાસને ટ્વીટ કરીને લખ્યુ, યુએસ ટ્રિપથી પરત ફર્યા બાદ હળવી ખાંસી હતી. તપાસમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. હું હોસ્પિટલમાં આઈસોલેટ છું. મહામારી હજુ સમાપ્ત થઈ નથી. તમે બધા સુરક્ષિત રહો.
Had a slight cough after returning from a US trip. #COVID19 infection was confirmed after the test and I got isolated at the hospital: Makkal Needhi Maiam chief and actor Kamal Haasan
— ANI (@ANI) November 22, 2021
(File photo) pic.twitter.com/pJyAJFtgq1
કૃષિ કાનૂનની વાપસી પર કર્યુ હતું ટ્વીટ
ત્રણ કૃષિ કાયદા પરત લેવાના મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કરતાં કમલ હાસને ટ્વીટ કરીને લખ્યું હતું કે, ખેડૂતોના અહિંસક સંઘર્ષનો વિજય થયો છે. તેમની રાજકીય પાર્ટી મક્કલમ નિધિ મય્યમે પણ આ કાનૂનનો વિરોધ કર્યો હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 08 હજાર 413
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 22 હજાર 218
- એક્ટિવ કેસઃ 1 લાખ 18 હજાર 443
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 65 હજાર 598