શોધખોળ કરો
Advertisement
કંગનાની માતાએ કહ્યુ- મહારાષ્ટ્ર સરકારે જે કર્યું તે નિંદનીય છે
એક્ટ્રેસ કંગના રનૌતની માતા આશા રનૌતે દીકરીની સુરક્ષા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
શિમલાઃ એક્ટ્રેસ કંગના રનૌતની માતા આશા રનૌતે દીકરીની સુરક્ષા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યુ કે, જો તેને સુરક્ષા ના મળી હોત તો કોઇ નથી જાણતું કે તેની સાથે શું થયું હોત. પોતાની દીકરીને મળી રહેલા સમર્થન બદલ તેમણે લોકોનો આભાર માન્યો હતો.
સાથે તેમણે બીએમસીની કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે જે કર્યુ તે નિંદનીય છે. હું કઠોર શબ્દોમાં નિંદા કરું છું. મને ખુશી છે કે આખો ભારત દેશ મારી દીકરી સાથે ઉભો છે અને લોકોના આશિર્વાદ તેની સાથે છે. મને તેના પર ગર્વ છે. તે હંમેશા સચ્ચાઇ સાથે ઉભી રહી અને એવું કરવાનું ચાલુ રાખશે.
બીજી તરફ ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઇના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ કંગના રનૌતના ઘર પર જઇને તેની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ અઠાવલેએ કહ્યું કે, કંગના જ્યાં સુધી ફિલ્મોમાં કામ કરી રહી છે ત્યાં સુધી તેને રાજનીતિમાં આવવામાં રસ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement