શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કનિકા કપૂરને કોરોના પોઝિટિવ ટેસ્ટ બાદ આ સાંસદો અને નેતાઓએ ખુદને કર્યા આઈસોલેટ
યૂપીના મુખ્ય સચિવ ગૃહએ કનિકા કપૂરની તમામ પાર્ટીઓની તપાસના આદેશ આપ્યા છે. લખનઉના ડીએમે કનિકા વિરૂદ્ધ એફઆઈઆરના આદેશ આપ્યા હતા.
નવી દિલ્હીઃ જાણીતી સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટિવ ટેસ્ટ કર્યા બાદ અનેક સાંસદો અને નેતાઓએ ખુદને આઈસોલેટ કર્યા છે. બધાનું કનેક્શન લખનઉની એ પાર્ટી સાથે છે જે જાણીતી બોલિવૂડ સિંગર કનિકા કપૂરે રાખી હતી. તે હાલમાં જ લંડનથી પરત ફરી હતી અને લખનઉમાં એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં સામેલ થઈ હતી. એ પાર્ટીમાં અંદાજે 100 વીઆઈપી મેહમાન સામેલ હતા.
પાર્ટીમાં કોણ કોણ સામેલ થયા હતા
આ યાદીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા, તેના દીકરા અને ભાજપના સાંસદ દુષ્યંત સિંહનું નામ પણ સામેલ છે. કનિકા કપૂરને કોરોનાથી સંક્રમિત થવાની ખબર મળ્યા બાદ અનેક નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. તેમાં કેટલાક લોકો એવા પણ છે જે એ પાર્ટીમાં તો ગયા ન હતા પરંતુ એ લોકોના સંપર્કમાં આવ્યા હતા જે પાર્ટીમાં ગયા હતા.
આ નેતાઓએ ખુદને કર્યા આઈસોલેટ
જે જે સાંસદોએ ખુદને આઈસોલેટ કર્યા છે તેમાં સંજય સિંહ, વરૂણ ગાંધી, અનુપ્રિયા પટેલ, ડેરેક ઓબરાઈન, દીપેન્દ્ર હુડ્ડા અને દુષ્યંત છે. ઉપરાંત વસુંધરા રાજે, યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહ, કોંગ્રેસ નેતા જિતિ પ્રસાદ અને ભાજપ ધારાસભ્ય પંકજ સિંહે પણ ખુદને આઈસોલેટ કર્યા છે.
કનિકા કપૂરના તમામ પાર્ટીઓની તપાસના આદેશ
બીજી બાજુ યૂપીના મુખ્ય સચિવ ગૃહએ કનિકા કપૂરની તમામ પાર્ટીઓની તપાસના આદેશ આપ્યા છે. લખનઉના ડીએમ તપાસનો અહેવાલ ગૃહ વિભાગને મોકલશે. કનિકા કપૂરની પાર્ટીમાં ક્યા ક્યા લોકો સામેલ થયા, પાર્ટી ક્યાં ક્યાં થઈ હતી અને કેટલું ગેધરિંગ થયું હતું, એ તમામ બિંદુઓ પર ગૃહ ખાતાના મુખ્ય સચિવે તપાસના આદેશ આપ્યા છે. લખનઉના ડીમ તપાસ કરીને 24 કલાકની અંદર રિપોર્ટ સોંપશે.
કનિકા કપૂર વિરૂદ્ધ કેસ નોંધાયો
જણાવીએ કે લખનઉના ડીએમે કનિકા વિરૂદ્ધ એફઆઈઆરના આદેશ આપ્યા હતા. કનિકા પર આઈપીસીની કલમ 269 અને 1897ના એપેડેમિક એક્ટ અંતર્ગત સરોજની નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion