શોધખોળ કરો
Advertisement
મીડિયાને જોઈ બોલ્યો ગેંગસ્ટર, 'હું વિકાસ દુબે છું, કાનપુરવાળો'
વિકાસ દુબે કાનપુરની ઘટના બાદ ભાગી ગયો હતો. જે બાદ હરિયાણાના ફરીદાબાદમાં તે જોવા મળ્યો હતો.
ઉજ્જૈનઃ કાનપુર એનકાઉન્ટરના આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેની આજે પોલીસે ધરપકડ કરી છે. એનકાઉન્ટરના સાતમા દિવસે વિકાસની મધ્યપ્રદેશના ઉજજૈનથી ધરપકડ કરવામાં આવી હતી. જાણકારી પ્રમાણે, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં તે આત્મસમર્પણ કરવા માંગતો હતો, તેણે પહેલા જ પોલીસને જાણકારી આપી દીધી હતી. મહાકાલ મંદિરના સિક્યોરિટી ગાર્ડે જ પોલીસને જાણકારી આપી હતી. આશરે 10 રાજ્યોની પોલીસ વિકાસને શોધતી હતી.
પોલીસે ધરપકડ કરી હોવા છતાં વિકાસ પર તેની કોઈ અસર જોવા નહોતી મળી. તેણે મીડિયા સામે કહેવા લાગ્યો.... હું વિકાસ દુબે છું... કાનપુરવાળો. આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
વિકાસ દુબે કાનપુરની ઘટના બાદ ભાગી ગયો હતો. જે બાદ હરિયાણાના ફરીદાબાદમાં તે જોવા મળ્યો હતો. ફરીદાબાદની એક હોટલના સીસીટીવી કેમેરામાં વિકાસ દુબે જોવા મળ્યો હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો હતો.
વિકાસ દુબેનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. બાળપણથી તે ક્રાઈમની દુનિયામાં પોતાનું નામ બનાવવા ઈચ્છતો હતો. પહેલા તેણે ગેંગ બનાવી અને બાદમાં લૂંટ, હત્યાને અંજામ આપવા લાગ્યો હતો. 19 વર્ષ પહેલા તેણે રાજ્યકક્ષાના મંત્રીની હત્યા કરી અને જે બાદ તેણે રાજનીતિમાં એન્ટ્રી લેવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ચુક્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement