શોધખોળ કરો
Advertisement
કર્ણાટકઃ બપોરે 1.15 સુધીમાં કઈ બેઠક પર કેટલું થયું વોટિંગ, જાણો વિગતે
સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 37.78 લાખ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે.
બેંગલુરુઃ કર્ણાટકમાં 15 વિધાનસભા સીટો પર આજે પેટા ચૂંટણી થઈ રહી છે સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17.6 ટકા વોટિંગ નોંધાયું હતું. ચૂંટણી પંચ દ્વારા બપોરે 1 કલાક સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
પેટા ચૂંટણી મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તથા ભાજપ સરકારનું ભાવિ નક્કી કરશે. રાજકીય પક્ષોને પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થવાની સંભાવના છે. બીજેપીને રાજ્યમાં સત્તા ટકાવી રાખવા 225 સભ્યોવાળી વિધાનસભામાં સ્પીકર સહિત ઓછામાં ઓછી છ સીટો જીતવાની જરૂર છે.Karnataka: Latest voter-turnout figures for the 15 assembly constituencies in the state, that are up for by-polls. #KarnatakaBypolls pic.twitter.com/GkfwiRaGMW
— ANI (@ANI) December 5, 2019
37.78 લાખ મતદારો આપશે વોટ સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કુલ 37.78 લાખ મતદાર મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પરિણામ 9 ડિસેમ્બરના રોજ આવશે. આ પેટાચૂંટણી 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાથી ખાલી પડેલી સીટો પર યોજાઈ રહ્યું છે. આ ધારાસભ્યોમાં કોંગ્રેસ અને જેડીએસના નેતા સામેલ હતા.Voting for #KarnatakaByelection begins. 15 assembly seats of the state are undergoing by-poll today after they fell vacant due to disqualification of 17 Congress and JD(S) rebel MLAs. pic.twitter.com/zoEsAdBgOm
— ANI (@ANI) December 5, 2019
બીજેપી પાસે 105 ધારાસભ્યો આ ધારાસભ્યોના બળવાથી જુલાઈમાં એચડી કુમારસ્વામીની કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ હતી અને બીજેપી સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો હતો. વિધાનસભામાં હાલ ભાજપ પાસે 105 (એક અપક્ષ સહિત), કોંગ્રેસ પાસે 66 અને જેડીએસના 34 ધારાસભ્યો હતો. બીએસપીનો પણ એક ધારાસભ્ય છે.Bengaluru: Voting for by-election to Shivaji Nagar Constituency, underway at Bangalore Mahanagara Palike Girls High School and P.U. College, Tasker Town. #KarnatakaByelection pic.twitter.com/rOQV6ySqLv
— ANI (@ANI) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion