શોધખોળ કરો
Advertisement
કર્ણાટક સંકટઃ કુમારસ્વામીએ વિશ્વાસ મત રજૂ કર્યો, વોટિંગ પહેલા યેદિયુરપ્પાનો બહુમતનો દાવો
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.
બેંગ્લોરઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજનો દિવસ ઘણો મહત્વનો સાબિત થવાનો છે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.
આ દરમિયાન કુમારસ્વામીએ વિશ્વાસનો મત રજૂ કર્યો છે. જ્યારે વોટિંગ પહેલા યેદિયુરપ્પનો બહુમતનો દાવો કર્યો છે. બીએસપી ધારાસભ્ય એન મહેશ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ગૃહમાં હાજર નથી.
કુમારસ્વામીએ કહ્યું કે, સ્પીકરની ભૂમિકા ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આપણે કર્ણાટકના વિકાસ માટે કામ કરવું જોઈએ. તમામ મુદ્દા પર ચર્ચા અને પડકાર માટે તૈયાર છું. બીજેપી સરકારને અસ્થિર કરવામાં લાગી છે. લોકતાંત્રિક સરકાર સામે ડ્રામા કરવામાં આવી રહ્યો છે. આયારામ-ગયારામ ધારાસભ્યોનો સિલસિલો ચાલી રહ્યો છે. પક્ષ પલટો રોકી શકાય તે માટે આપણે કડક કાયદા બનાવવાની જરૂર છે.#Karnataka: N Mahesh, BSP MLA is not present in the House during trust motion.
— ANI (@ANI) July 18, 2019
કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન કહ્યું, અહીં એક એવા ધારાસભ્ય છે જે દિવસમાં 3-3 પક્ષ બદલી રહ્યા છે. દેશનો રાજકીય માહોલ ખરાબ થઈ ગયો છે. કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે.Bengaluru: Debate underway in #Karnataka Assembly on trust vote pic.twitter.com/TBVZHtm3ft
— ANI (@ANI) July 18, 2019
224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યોના રાજીનામાના ડ્રામા પહેલા બીજેપી પાસે 105 સભ્યો હતો. જ્યારે કોંગ્રેસના 76 અને જેડીએસના 37 સભ્યો હતો. જોક હવે ધારાસભ્યોના રાજીનામા બાદ સમીકરણો બદલાઈ ગયા છે. બળવાખોર ધારાસભ્યોના કારણે કોંગ્રેસના 66 અને જેડીએસના 34 સભ્યો જ રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં કોઈ ફેર પડ્યો નથી. આ કારણે જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વિધાનસભામાં બીજેપી પણ ઓછી થઈ ગઈ છે. કર્ણાટકમાં આ ઉપરાંત બે અપક્ષ, એક બીએસપી અને એક નોમિનેટેડ સભ્ય પણ છે.Bengaluru: Congress leader Siddaramaiah arrives at Vidhana Soudha; Karnataka government to face floor test today. pic.twitter.com/40l1z9MvZ6
— ANI (@ANI) July 18, 2019
સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોની અરજી પર નિર્ણય આપતા બુધવારે કહ્યું હતું કે આ અંગે વિધાનસભાના સ્પીકર નિર્ણય લઈ શકે છે. જેડીએસ-કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો નિર્ણય સ્પીકર પર છોડતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર ધારાસભ્યોના રાજીનામાં પર નિયમ પ્રમાણે નિર્ણય લે. આ માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે તમામની નજર કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમાર પર છે. જો વિધાનસભાના અધ્યક્ષ બળવાખોર ધારાસભ્યોનાં રાજીનામાં સ્વીકારી લે છે તો તેમની સરકાર પહેલા જ પડી શકે છે.Karnataka: BJP State President BS Yeddyurappa & BJP MLAs arrive at Vidhana Soudha in Bengaluru. Karnataka government will be facing floor test today. pic.twitter.com/MBvwjqz7L4
— ANI (@ANI) July 18, 2019
ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે...... આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચKarnataka government to face floor test today; Supreme Court ruled yesterday that the 15 rebel MLAs cannot be compelled to take part in the proceedings of the House. (File pic) pic.twitter.com/fptdS1fEC5
— ANI (@ANI) July 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion