શોધખોળ કરો
Advertisement
દારૂની દુકાન ખૂલતાં જ હજારોનો દારૂ ખરીદનારો ફસાયો, જાણો ક્યા વિભાગે શરૂ કરી તપાસ ?
ગજ્જીએ સોમવારે લિકર શોપ ખુલતાં જ બેંગલુરુ સાઉથના તાવરેકેરમાં આવેલા વેનિલ્લા સ્પિરિટ ઝોનમાંથી 13.5 લીટર દારૂ અને 35 લીટર બીયર ખરીદ્યો હતો.
બેંગલુરુઃ દેશમાં ગઈકાલથી લોકડાઉન-3ની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં દારૂ લેવા માટે સવારથી જ લોકોએ લાઈનો લગાવી હોવાના દ્રશ્યો સામે જોવા મળ્યા હતા. પરંતુ આ દરમિયાન કર્ણાટકમાં એક વ્યક્તિએ હજારો રૂપિયાનો દારૂ ખરીદ્યો હતો અને તેનું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે કર્ણાટકના બેંગલુરુમાં અનિલ ગજ્જી નામના વ્યક્તિએ 52,841 રૂપિયાનો દારૂ ખરીદ્યો હતો. દારૂ ખરીદ્યા બાદ તેનું બિલ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યુ અને થોડા જ કલાકોમાં તે વાયરલ થયું હતું. જે બાદ અનિલ ગજ્જી અને તેને દારૂ વેચનારા દુકાનદાર સામે મુસીબત ઉભી થઈ છે. એકસાઈઝ ડિપાર્ટમેન્ટે બંને સામે કેસ નોંધ્યો છે.
ગજ્જીએ સોમવારે લિકર શોપ ખુલતાં જ બેંગલુરુ સાઉથના તાવરેકેરમાં આવેલા વેનિલ્લા સ્પિરિટ ઝોનમાંથી 13.5 લીટર દારૂ અને 35 લીટર બીયર ખરીદ્યો હતો. જેનું બિલ 52,841 રૂપિયા થયું હતું. નિયમ પ્રમાણે રિટેલ આઉટલેટ પરથી એક વ્યક્તિને ભારતમાં બનેલો વિદેશી દારૂ(IMFL) 2.6 લીટરથી વધારે કે 18 લીટરથી વધારે બીયર વેચી શકે નહીં. તેના બદલે દુકાનદારે 48 લિટરથી વધારે વેચાણ કર્યુ હતું.
આ અંગે અધિકારીએ જ્યારે દુકાન માલિકની પૂછપરછ કરી ત્યારે જણાવ્યું કે, આઠ લોકોએ ભેગા થઈને ગ્રુપમાં દારૂની ખરીદી કરી હતી પરંતુ ચૂકવણી એક જ કાર્ડથી કરી હતી. બેંગલુરુ સાઉથના એકસાઈઝ અધિકારીએ જણાવ્યું કે, અમે માલિકાના દાવાની તપાસ કરી રહ્યા છીએ. દુકાન માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement