શોધખોળ કરો

કેબીસીમાં એક કરોડ રૂપિયા જીત્યો વ્યક્તિ, પણ ખાતામાં કેટલા આવશે?

KBC 16 First Crorepati: KBC 16ને તેનો પ્રથમ કરોડપતિ મળી ગયો છે. ચંદ્ર પ્રકાશે આ શોમાં એક કરોડના પ્રશ્નનો જવાબ આપીને આ રકમ જીતી લીધી છે, પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે હવે તેમના ખાતામાં કેટલા પૈસા આવશે?

KBC 16 First Crorepati: અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં એવા ઓછા જ અવસરો આવે છે જ્યારે કોઈ વ્યક્તિના માથે કરોડપતિનો તાજ સજે છે. કેબીસીની 16મી સીઝન 12 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને હવે આ સીઝનને તેનો પ્રથમ કરોડપતિ મળી ગયો છે. જમ્મુ કાશ્મીરના રહેવાસી આ વ્યક્તિનું નામ ચંદ્ર પ્રકાશ છે. જે માત્ર 22 વર્ષના છે. જોકે ચંદ્ર પ્રકાશ 7 કરોડના પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં અને તેમને એક કરોડ લઈને ઘરે જવું પડ્યું, પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આખરે ચંદ્રપ્રકાશના ખાતામાં કેટલા પૈસા આવશે? શું તેમને પૂરી એક કરોડની રકમ મળશે કે તેમાંથી ટેક્સ કપાશે તો કેટલો? ચાલો જાણી લઈએ.

આટલું કપાય છે TDS

કૌન બનેગા કરોડપતિમાં બધા પ્રશ્નોના જવાબ આપતા જો કોઈ વ્યક્તિ એક કરોડ રૂપિયા જીતે છે તો તેના ખાતામાં પૂરી રકમ આવતી નથી. પરંતુ સૌ પ્રથમ તેની જીતેલી રકમમાંથી TDS કપાય છે. ભારતીય કર નિયમો અનુસાર, સ્પર્ધકે જીતેલી રકમમાંથી સેક્શન 194B હેઠળ, 30 ટકા TDS આપવો પડે છે. આમ, સ્પર્ધકના 30 લાખ રૂપિયા TDSના રૂપમાં કપાઈ જાય છે. આ ઉપરાંત આ રકમમાંથી સ્પર્ધકે સરચાર્જ પણ આપવો પડે છે, જે TDSની રકમનો 10 ટકા હોય છે એટલે કે સ્પર્ધકની જીતેલી રકમમાંથી 3 લાખ રૂપિયા વધુ ઓછા થઈ જાય છે. કુલ મળીને એક કરોડની રકમમાંથી સ્પર્ધકના 33 લાખ રૂપિયા ઓછા થઈ જાય છે.

સરચાર્જ અને સેસ કેટલું કપાય છે?

જો કોઈ સ્પર્ધક 50 લાખની રકમ જીતે છે તો તેણે સરચાર્જ આપવો પડતો નથી, પરંતુ જો કોઈ સ્પર્ધકે તેનાથી વધુ રકમ જીતી હોય તો તેણે સરચાર્જ આપવો પડે છે. સરચાર્જ કપાયા પછી પણ સ્પર્ધકે સેસના રૂપમાં TDS રકમના 4 ટકા પૈસા આપવા પડે છે, સરળ ભાષામાં સમજીએ તો સ્પર્ધકના 33 લાખનો 4 ટકા સેસ કપાશે, જે 1 લાખ 32 હજાર રૂપિયા થાય છે. આમ, સ્પર્ધકના 1 કરોડ રૂપિયામાંથી 34 લાખ 32 હજાર રૂપિયા કપાઈ જાય છે.

ચંદ્ર પ્રકાશના ખાતામાં આવશે આટલા પૈસા

બધા પૈસા કપાયા પછી KBC 16માં એક કરોડની રકમ જીતનાર ચંદ્ર પ્રકાશના ખાતામાં લગભગ 65 લાખ 68 હજાર રૂપિયા જ આવશે.

આ પણ વાંચોઃ

કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન

Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ

આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું

Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો

બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી

Embed widget