કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી
Farm Laws: વિપક્ષી પક્ષે એક્સ પર કહ્યું, "કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. આ કાળા કાયદાઓ ક્યારેય પાછા નહીં આવે, પછી ભલે નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલી કોશિશ કરે."
Kangana Ranaut On Farm Laws: બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતના 'કૃષિ કાયદા પાછા લાવવા'ના નિવેદનથી BJP એ હાથ ખંખેરી લીધા છે. BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કંગના રનૌતની ટિપ્પણીને તેમનું અંગત નિવેદન ગણાવ્યું છે. ગૌરવ ભાટિયાએ કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે.
BJP પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું, "કંગના રનૌત BJP વતી આવું નિવેદન આપવા માટે અધિકૃત નથી અને આ કૃષિ બિલો પર BJP ના દૃષ્ટિકોણને દર્શાવતું નથી. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ."
કંગના રનૌતનું નિવેદનથી યૂ ટર્ન
આ નિવેદન સામે આવ્યા પછી હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી સાંસદ કંગના રનૌતે પણ એક્સ પર ટ્વીટ કરતાં આને પોતાનું અંગત નિવેદન ગણાવ્યું. તેમણે એક્સ પર લખ્યું કે બિલકુલ. કૃષિ કાયદાઓ પર મારા વિચારો અંગત છે અને આને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. આભાર.
જ્યારે, કોંગ્રેસે મંગળવારે (24 સપ્ટેમ્બર) કૃષિ કાયદાઓને લઈને BJP સાંસદની ટિપ્પણીનો હવાલો આપતા આરોપ લગાવ્યો કે સત્તાધારી પાર્ટી 2021માં રદ કરાયેલા ત્રણ કાયદાઓને પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે અને હરિયાણા આનો કડક જવાબ આપશે.
કોંગ્રેસે સાધ્યું BJP પર નિશાન
કોંગ્રેસે એક્સ પર રનૌતનો એક તારીખ વગરનો વીડિયો શેર કર્યો, જેમાં તે કથિત રીતે હિન્દીમાં કહે છે, "જે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે તેમને પાછા લાવવા જોઈએ. મને લાગે છે કે આ વિવાદાસ્પદ હોઈ શકે છે. ખેડૂતોના હિતમાં કાયદા પાછા લાવવામાં આવે. ખેડૂતોએ પોતે આની માંગ કરવી જોઈએ, જેથી તેમની સમૃદ્ધિમાં કોઈ અવરોધ ન રહે."
કોંગ્રેસે વીડિયો સાથે એક પોસ્ટમાં કહ્યું, "ખેડૂતો પર થોપવામાં આવેલા ત્રણેય કાળા કાયદાઓ પાછા લાવવામાં આવે: આ વાત BJP સાંસદ કંગના રનૌતે કહી છે. દેશના 750થી વધુ ખેડૂતો શહીદ થઈ ગયા, ત્યારે જઈને મોદી સરકાર જાગી અને આ કાળા કાયદાઓ પાછા લેવામાં આવ્યા." કોંગ્રેસે આરોપ લગાવ્યો કે હવે BJP સાંસદો આ કાયદાઓને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે.
કોંગ્રેસ બોલી 'હરિયાણા આપશે જડબાદોડ જવાબ'
વિપક્ષી પક્ષે એક્સ પર કહ્યું, "કોંગ્રેસ ખેડૂતોની સાથે છે. આ કાળા કાયદાઓ ક્યારેય પાછા નહીં આવે, પછી ભલે નરેન્દ્ર મોદી અને તેમના સાંસદો ગમે તેટલી કોશિશ કરે." કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીઓનો સ્પષ્ટ સંદર્ભ આપતા કહ્યું, "અમે આવું ક્યારેય નહીં થવા દઈએ. હરિયાણા કડક જવાબ આપશે."
ત્રણ કાયદા કૃષક ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) અધિનિયમ; કૃષક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ; તથા આવશ્યક વસ્તુ (સંશોધન) અધિનિયમ નવેમ્બર 2021માં રદ કરી દેવામાં આવ્યા. ખેડૂતોનો વિરોધ નવેમ્બર 2020ના અંતમાં શરૂ થયો હતો અને સંસદ દ્વારા ત્રણેય કાયદાઓને રદ કર્યા પછી સમાપ્ત થયો. આ કાયદાઓ જૂન 2020માં લાગુ થયા હતા અને નવેમ્બર 2021માં રદ કરી દેવામાં આવ્યા.
આ પણ વાંચોઃ