'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ
દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે.
Arvind Kejriwal News: દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આજે દિલ્હીની મધ્યમાં અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારવા જઈ રહ્યું છે, તેથી તે બોખલાઈ ગયું છે.
BJP ने अरविंद केजरीवाल के ऊपर हमला करवाकर उन्हें ज़िंदा जलाने का प्रयास किया‼️
— AAP (@AamAadmiParty) November 30, 2024
आज @ArvindKejriwal जी के ऊपर हमला करने वाला शख़्स अशोक कुमार BJP का औपचारिक सदस्य है।
दिल्ली में हारता हुआ देख आज बीजेपी के नेताओं ने केजरीवाल जी के ऊपर स्प्रिट फिंकवाकर उन्हें ज़िंदा जलाने की कोशिश… pic.twitter.com/2FB2pk6SET
દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આજે ગ્રેટર કૈલાશ વિધાનસભાના સાવિત્રીનગર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જીની પદયાત્રા હતી અને હજારો મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને યુવાનો તેમને મળવા આવ્યા, આશીર્વાદ આપવા માટે તેમના ઘરેથી બહાર નિકળ્યા હતા. આ સમયે એક માણસ તેમના પર હુમલો કરે છે. હું કેજરીવાલજી સાથે હતો. એક વ્યક્તિએ તેમના પર સ્પિરિટ ફેંક્યુ અને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
'તેના એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી'
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, "એક હાથમાં સ્પિરિટ અને બીજા હાથમાં માચીસ હતી." અરવિંદ કેજરીવાલ અને મારા પર સ્પિરિટ પડી હતી. તે સ્પિરિટ તો ફેંકી શક્યો પરંતુ આગ ન લગાવી શક્યો. આજે દિલ્હીની વચ્ચો વચ્ચ અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ગંભીર બાબત છે.
ભાજપ બેઈમાની પર ઉતરી ગયું છે - સૌરભ ભારદ્વાજ
ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલ જી પગપાળા પદયાત્રા કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. દિલ્હીમાં ભાજપને ત્રીજી વખત હાર સામે જોવા મળી રહી છે. જ્યારે કોઈ હારે છે, ત્યારે તે બેઈમાની કરી જીતવાનો પ્રયાસ કરે છે. ભાજપ બેઈમાની પર ઉતરી આવ્યું છે.
અરવિંદ કેજરીવાલ પર ઘણી વખત હુમલો થયો- ભારદ્વાજ
સૌરભ ભારદ્વાજે કહ્યું કે, આ પહેલીવાર નથી. વિકાસપુરીમાં તેમના પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસ જોતી જ રહી, હસતી રહી. ભાજપના ગુંડાઓ સામે પોલીસ હાથ જોડતી રહી. નાંગલોઈમાં રોશન હલવાઈને ત્યા ફાયરિંગ કેસને લઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભાજપના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બુરાડીમાં પણ હુમલો થયો હતો. આજે પણ સ્પિરિટ ફેંકવામાં આવી હતી, માત્ર માચિસથી સળગાવવાની વાર હતી.
સૌરભ ભારદ્વાજે આરોપીની ઓળખનો દાવો કર્યો
AAP નેતાએ આરોપીઓની ઓળખ કરવાનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું, “આ હુમલો કરનાર યુવક અશોક કુમાર છે. અડધા કલાકમાં તેનું ફેસબુક એકાઉન્ટ મેળવી લીધુ છે. તેણે તે આરોપીના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. તેમણે દાવો કર્યો કે, "તે ભાજપનો ઔપચારિક સભ્ય છે." આ આજે દિલ્હી હારી રહ્યા છે તો પરેશાન છે. આખું દિલ્હી જોઈ રહ્યું છે. ભાજપના લોકો પણ પદયાત્રાઓ અને રેલીઓ કરે છે, તેમના પર હુમલાઓ થતા નથી.
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO