શોધખોળ કરો

Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનને લઈ AAPએ કરી દિધી મોટી જાહેરાત 

દિલ્હીના ઉત્તર નગરથી આમ આદમી પાર્ટીના બે વખતના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડના એક દિવસ બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Delhi Assembly Elections 2025: દિલ્હીના ઉત્તર નગરથી આમ આદમી પાર્ટીના બે વખતના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડના એક દિવસ બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી 2025ને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે તેમણે કહ્યું કે અમે કોઈ ગઠબંધન નથી કરી રહ્યા. AAP દિલ્હીની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

તેમણે દિલ્હીની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવાના નિર્ણય પર કહ્યું, "તેમને યાત્રા કરવા  દો. લોકશાહીમાં દરેકને આમ કરવાનો અધિકાર છે. લોકશાહીમાં કોઈપણ કંઈ પણ કરી શકે છે." 

ફરિયાદ કરનાર વ્યક્તિની જ ધરપકડ કરવામાં આવી 

આ પહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારા ઉત્તમ નગરના ધારાસભ્ય નરેશ બાલ્યાનની 30 નવેમ્બર 2024ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે ગેંગસ્ટર વિરુદ્ધ સતત ફરિયાદ કરી રહ્યા છે. હવે તેમના બાળકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 

ગેંગસ્ટર કપિલ સાંગવાન વતી કહેવામાં આવ્યું હતું કે તમે આ લોકો પાસેથી પૈસા લો અને અમને આપો નરેશ બાલ્યાને આ ધમકીની ફરિયાદ દિલ્હી પોલીસમાં કરી છે. દિલ્હી પોલીસે તેની ફરિયાદ પર કાર્યવાહી કરવાને બદલે તેની ધરપકડ કરી હતી.

ફેબ્રુઆરી 2025માં દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં AAP ચોથી વખત દિલ્હીમાં સત્તા પર પાછા ફરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આ વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ AAP વિરુદ્ધ આક્રમક વલણમાં જોવા મળી રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 62 વિધાનસભા બેઠકો જીતી હતી. 

દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં શનિવારે (30 નવેમ્બર) પૂર્વ મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો. કોઈ અજાણ્યા શખ્સે તેમના પર લિક્વિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.  જેને લઈને મંત્રી સૌરભ ભારદ્વાજે ભાજપ પર નિશાન સાધ્યું હતું.   તેમણે આરોપ લગાવ્યો કે આજે દિલ્હીની મધ્યમાં અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી હારવા જઈ રહ્યું છે, તેથી તે બોખલાઈ ગયું છે. 

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ

ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ

Demolition: બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહી પર ભડક્યા ઓવૈસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી

પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગરમાં બૂટલેગરના ત્રાસથી યુવકે આત્મહત્યા કર્યાંનો આરોપBharuch News:  ભરૂચમાં LIVE રેસ્ક્યુ, હોડીની મદદથી બચાવવામાં આવી યુવાનની જિંદગીHun To Bolish : હું તો બોલીશ : સાયલેન્સરનું સુરસુરીયુંHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોના બાપ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
Kheda: લગ્નના વરઘોડા વિરૂદ્ધ ફરિયાદ, રસ્તામાં બે વરઘોડા ભેગા થતાં ઉંચા અવાજે DJ વગાડવાની લગાવી હતી હરિફાઇ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
ચલો કુંભ ચલે... ગુજરાતીઓને કુંભ જવા સરકાર દોડાવશે એસટી બસ, 8,100 રૂ.માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ
Demolition: બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહી પર ભડક્યા ઓવૈસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી
Demolition: બેટ દ્વારકામાં બૂલડૉઝર કાર્યવાહી પર ભડક્યા ઓવૈસી, ગુજરાત સરકાર પર નિશાન સાધતી પૉસ્ટ કરી
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
પરેડ પહેલા PM મોદીએ કર્તવ્ય પથ પરથી ઉઠાવ્યો કચરો, ઘટનાનો વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો
અમેરિકામાં 1 લાખ ભારતીયોની નોકરી સંકટમાં? ટ્રમ્પે DEI ભરતી પર પ્રતિબંધ લગાવ્યો

Australian Open: જૈનિક સિનરે જીત્યું ઓસ્ટ્રેલિયન ઓપન 2025નું ટાઇટલ, ફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો

પાટણના સમીમાં ટ્રિપલ અકસ્માત: બે કાર અને ઈક્કો ધડાકાભેર અથડાતા બે લોકોના કરૂણ મોત

Election:  સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં ફોર્મ ભરાવાની આજથી શરુઆત, આ દિવસે થશે મતદાન

Embed widget