શોધખોળ કરો

ગોધરાનો ઈમરાન સંડોવાયેલો છે એ જાસૂસી કાંડમાં છોકરીઓનો ઉપયોગ કરીને કઈ રીતે અધિકારીઓને ફસાવાતા હતા ?

ડિસેમ્બર 2019માં એનઆઈએ નૌસેના 7 કર્મચારીની ધરપકડ કરી હતી.

નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં મંગળવારે એનઆઈએ દ્વારા ગુજરાતના ગોધરામાંથી ઈમરાન ગિતેલીની ધરપકડ કરવામાં આવી હતી. જાસૂસી કાંડમાં એનઆઈએને મળેલી આ 15મી મોટી સફળતા છે. એનઆઈએ મુજબ ઈમરાન પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરે છે. આઈએસઆઈ જાસૂસ દ્વારા ભારતીય નેવીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી હાંસલ કરતું હતું. આ માટે હનીટ્રેપને માધ્યમ બનાવાયું હતું. જેમાં ફસાઇને ભારતીય નૌસેનાના કેટલાક સભ્યો સંવેદનશીલ માહિતી આપતા હતા. ત્રણ-ચાર મહિલાએ ઓનલાઈન ફ્રેન્ડશિપના બહાને નૌસેના કર્મીઓને હનીટ્રેપનો શિકાર બનાવ્યા હતા. મહિલાએ તેમનો પરિચય કથિત કારોબારી સાથે કરાવ્યો હતો. જે આઈએસઆઈનો હેન્ડલર હતો. પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલરને નૌસેના કર્મી 2018થી નેવી શિપ્સ અને સબમરિનની સંવેદનશીલ જાણકારી મોકલતા હતા. મહિલાએ પહેલા ભારતીય નૌસેનાના જવાનો સાથે સેક્સુઅલ વાતો કરી હતી અને બાદમાં તેમને બ્લેકમેલ કર્યા હતા. જેના બદલામાં જવાનોએ પાકિસ્તાની હેન્ડલરને સંવેદનશીલ માહિતી આપી હતી. ડિસેમ્બર 2019માં એનઆઈએ નૌસેના 7 કર્મચારીની ધરપકડ કરી હતી. જેમાંથી 3 વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી નેવી કમાન, 3 મુંબઈ સ્થિત પશ્ચિમ નવલ કમાન અને એક કર્ણાટકના સામેલ હતા. આ મામલે મે મહિનામાં એનઆઈએ મુંબઈથી મોહમ્દ હારુન હાઝી અબ્દુલ રહમાન લાકડાવાલની પણ ધરપકડ કરી હતી. તે પણ બિઝનેસના બહાને પાકિસ્તાનની ટ્રીપ કરતો હતો. ગોધરાનો ઈમરાન સંડોવાયેલો છે એ  જાસૂસી કાંડમાં છોકરીઓનો ઉપયોગ કરીને કઈ રીતે અધિકારીઓને ફસાવાતા હતા ? ગોધરાનો ઈમરાન પાકિસ્તાનથી લેડિઝ ડ્રેસ મટિરિયલ ઈમ્પોર્ટ કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી ઘણા ટ્રાન્ઝેક્શન વિશાખાપટ્ટનમના આરોપીના બેંક એકાઉન્ટમાં થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...

ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત

IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!

તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી

Embed widget