શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીએ આજની પહેલા કયારે કયારે તેમના ફેંસલાથી લોકોને ચોંકાવ્યા છે, જાણો વિગત
ટ્વિટર પર પીએમ મોદી વિશ્વના બીજા સૌથી વધારે ફોલો કરવામાં આવતા નેતા છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાત્રે એક ટ્વિટ કરીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે લખ્યું, આ રવિવારે સોશિયલ મીડિયા પરથી હટવાનું વિચારી રહ્યો છું. જેના અંગે આગળ તમને જણાવીશ.પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, આ રવિવારે હું સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પરથી હટવાનું વિચારી રહ્યો છું. આ અંગે તમને જણાવીશ. રવિવારે 8 માર્ચ છે અને આ દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પહેલા પણ પીએમ મોદીએ લોકોને ચોંકાવ્યા હતા.
નોટબંધીની જાહેરાત કરીને ચોંકાવ્યા
આ પહેલો મોકો નથી જ્યારે પીએમ મોદીએ લોકોને ચોંકાવ્યા હોય. આ પહેલા તેમણે દેશ આશ્ચર્યચકિત થઈ ગયો હોય તેવી અનેક હરકતો કરી છે. 8 નવેમ્બર, 2016ના રોજ રાતે 8 વાગ્યે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ખુદ દેશને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી.
અચાનક પહોંચી ગયા પાકિસ્તાન
આ ઉપરાંત મોદી જ્યારે અફઘાનિસ્તાનથી ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ સીધા લાહોર જતા રહ્યા હતા અને ત્યાં પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફ સાથે આશરે એક કલાક રહ્યા હતા. તેમના આ પગલાથી પણ લોકો હેરાન થઈ ગયા હતા.
તાજેતરમાં મોદી દિલ્હીમાં લાગેલા હુન્નર હાટમાં પહોંચ્યા હતા. જ્યાં એક દુકાન પર તેમણે લિટ્ટી ચોખા ખાધા હતા. જેની તસવીરો વાયરલ થઈ હતી. તેમણે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગેની તસવીર અને વીડિયો શેર કરી હતી.
સોશિયલ મીડિયા પર મોદીના કેટલા છે ફોલોઅર્સ ?
ટ્વિટર પર પીએમ મોદી વિશ્વના બીજા સૌથી વધારે ફોલો કરવામાં આવતા નેતા છે. ટ્વિટર પર પીએમ મોદીની 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 4.47 કરોડથી વધારે લોકો તેમને ફોલો કરે છે. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ પર 35.2 મિલિયન અને યૂ-ટ્યૂબ પર 4.5 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.
PM મોદી સોશિયલ મીડિયા છોડશે ? ટ્વિટ કરીને કહી આ મોટી વાત
ગુજરાત મહિલા કોંગ્રેસનું પ્રદેશ માળખું થયું જાહેર, જાણો કોને-કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion