શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે
અનલોક-1માં છૂટછાટ આપ્યા બાદ દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે.
![દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે Know whick states of India complete lockdown on sunday દેશના કયા કયા રાજ્યોમાં રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/05164721/lockdown2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. આર્થિક ગતિવિધિ શરૂ થવાની સાથે જ કોરનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેને લઈ કેટલાક રાજ્યોએ શનિ-રવિ લોકડાઉન તથા અમુક રાજ્યોએ રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
તમિલનાડુઃ કોરોનાના વધતા સંક્રમણને જોતાં તમિલનાડુ સરકારે લોકડાઉનને કડકાઈથી લાગુ કરવાનો ફેંસલો કર્યો છે. સરકારે જુલાઈ મહિનાના દરેક રવિારે રાજ્યમાં તમામ દુકાન, માર્કેટ બંધ રાખવા તથા ઘરથી બહાર નીકળવા પ્રતિબંધ મૂક્યો છે. માત્ર જરૂરી સામાનની ડિલિવરી કરતાં વાહનો તથા દુકાનો ખોલવાની મંજૂરી રહેશે. જે લોકો લોકડાઉન તોડસે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વાયરસ સંક્રમણની ચેન તોડવા માટે રવિવારે રાજ્યમાં કર્ફ્યુ જેવી કડકાઈથી લોકડાઉન લાગુ કરાવામાં આવશે.
ત્રિપુરાઃ ત્રિપુરા સરકારે રાજ્યમાં કોરોના વાયરસ મહામારીના સામુહિક સંક્રમણના મામલા સામે આવ્યા બાદ રવિવારે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી ચે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ટ્રાવેલ હિસ્ટ્રી કે કોવિડ-19 દર્દીના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ મળી આવ્યું છે. તંત્રએ રાજ્યમાં સંક્રમણની શ્રુંખલા તોડવા તાત્કાલિક આ પગલું ભર્યુ છે.
પંજાબઃ અનલોક 2.0માં કેન્દ્રની ગાઈડલાઈન બાદ પંજાબ સરકારે આદેશ જાહેર કર્યો હતો. જેમાં વીકેંડ લોકડાઉનમાં જરૂરી સેવાની દુકાનો રાતના આઠ વાગ્યા સુધી ખોલવાની છૂટ આપી છે. રેસ્ટોરંટ તથા શરાબની દુકાનો રાતે 9 વાગ્યા સુધી ખુલી રહેશે. રવિવારે જરૂરી સેવાઓને બાદ કરતા તમામ દુકાનો બંધ રહેશે.
કર્ણાટકઃ કર્ણાટકમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડ-19ના ધ્યાનમાં રાખી દર રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો છે. જે 2 ઓગસ્ટ સુધી આવતા તમામ રવિવાર સુધી લાગુ રહેશે.
મધ્યપ્રદેશઃ રાજ્યના ગ્લાલિયરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે દર શનિ-રવિ બજાર બંધ રહેશે. બાકીના પાંચ દિવસ બજાર બપોરે બે વાગ્યા સુધી ખુલ્લા રહેશે. શનિ-રવિ રોજિંદી જરૂરિયાની વસ્તુઓ માટે કેટલાક કલાકની છૂટ રહેશે.
અરૂણાચલ પ્રદેશઃ રાજ્યના ઈટાનગર સ્થિત કેપિટલ કોમ્પલેક્સમાં કોરોના વાયરસના વધતા મામલાને લઈ રાજ્ય સરકારે શનિવારે એક કલાકના લોકડાઉનની જાહેરાત કરી હતી. જે 6 જુલાઈથી સવારે પાંચ કલાકથી 12 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુએ આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
ઓડિશાઃ કટકમાં કોરોનાના વધી રહેલા પ્રકોપને લઈ 8 જુલાઈ મધ્યરાત્રિ સુધી કમ્પલીટ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુઓ વેચતી દુકાનો સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દુકાનદારોએ કોવિડ-19ના દિશાનિર્દેશોનું કડક પાલન કરવું પડશે અને સામાજિક અંતર જાળવવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)