શાહરૂખના દીકરાની ડ્રગ્સ પાર્ટી પર રેડ કરનારા NCBના વાનખેડેએ કઈ એક્ટ્રેસ સાથે કર્યાં છે લગ્ન ? ક્યા કેસને કારણે બનેલા જાણીતા ?
ક્રૂઝમાં પકડાયેલા લોકોને મુંબઈ પરત લાવવામાં આવ્યા છે. હવે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Cruise Party: બૉલીવુડમાં અત્યારે હંગામો મચી ગયો છે, કેમ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ગઇ રાત્રે એક મોટી ડ્રગ્સ પાર્ટી પર રેડ કરી છે. ગઇ મો઼ડી રાત્રે મુંબઈથી ગોવા માટે ક્રુઝ શિપ પર જઈ રહેલી ડ્રગ પાર્ટી પર દરોડા પાડવામા આવ્યા હતા, આમાં બૉલીવુડનુ કનેક્શન પણ છે. દરોડા દરમિયાન એનસીબીએ દસ લોકોની અટકાયત કરી છે. તેમાં એક મોટા અભિનેતાના પુત્રનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતાના પુત્રની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું છે કે તેને ત્યાં વીઆઇપી મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. રિપોર્ટ છે કે, શાહરૂખાનના દીકરો આ પાર્ટીમાં સામેલ હતો. પરંતુ આ બધાની વચ્ચે ખાસ ચર્ચા જે નામની થઇ રહી છે, તે છે સમીર વાનખેડે. સમીર વાનખેડેઆ દરોડાની આગેવાની લઇને તમામ ઓપરેશનની બાગદોર સંભાળી હતી. સમીર વાનખેડે એનસીબીના સીનિયર ઓફિસર છે.
કોણ છે સમીર વાનખેડે-
સમીર વાનખેડે (Sameer Wankhede) મહારાષ્ટ્રના રહેવાસી છે, અને તે 2008 બેચના ભારતીય રાજસ્વ સેવા આઇઆરએસ ઓફિસર છે. આઇઆરએસમાં આવ્યા બાદ તેમની પહેલુ પૉસ્ટિંગ મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયુ હતુ. અહીં તેમને ડેપ્યૂટી કસ્ટમ કમિશનર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા.
સમીર વાનખેડેની કાબેલિયન અને કામમાં તેમની શાર્પનેસને ધ્યાનમાં રાખતા આંધ્રપ્રદેશ અને પછી દિલ્હીમાં પણ કેસના સિલસિલામાં મોકલવામા આવ્યા હતા. સમીરને ડ્રગ્સ અને નશા સાથે જોડાયેલા કેસોના સ્પેશ્યલિસ્ટ માનવામાં આવે છે. ખાસ વાત છે કે, સમીર વાનખેડેએ સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી કેસમાં પણ કામ કર્યુ હતુ. તેમનો બૉલીવુડના રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો.
સમીર વાનખેડેની પત્ની છે એક્ટ્રેસ-
બહુજ ઓછા લોકો જાણે છે કે સમીર વાનખેડેની પત્ની એક એક્ટ્રેસ છે, તેમની પત્નીનુ નામ ક્રાંતિ રેડકર છે, ક્રાંતિ રેડકર ખુબ ચર્ચિત અને જાણીતી મરાઠી અભિનેત્રી છે. ક્રાંતિ અજય દેવગનની સાથે ફિલ્મ ગંગાજલમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત તેને ઘણીબધી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે. ક્રાંતિ બૉલીવુડથી વધુ મરાઠી સિનેમામાં એક્ટિવ છે.
અભિનેતાના પુત્રએ શું કહ્યું
NCB ના સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેતાના પુત્ર પાસેથી તે ક્રૂઝ પર આવવા માટે કોઈ ફી લેવામાં આવી નથી. અભિનેતાના પુત્રએ જણાવ્યું છે કે બાકીનાને ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને બોલાવવામાં આવ્યા હતા.
પાર્ટીમાં હાજર તમામને અપાયા હતા પેપર રોલ
આ સાથે જ આ મામલે વધુ એક મોટી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટીમાં હાજર રહેલા તમામ લોકોને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન, એનસીબીને મોટાભાગના ગેસ્ટ રૂમમાંથી કાગળની ગડી મળી. પેપર રોલને સંયુક્ત પેપર પણ કહેવામાં આવે છે.
ડ્રગ્સ મળ્યા બાક ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું
આ ક્રૂઝ મુંબઈથી નીકળીને દરિયામાં પહોંચતાની સાથે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ. ક્રુઝ પર NCB ની ટીમ પહેલાથી જ હાજર હતી. આ પછી દરોડા શરૂ થયા અને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યા બાદ ક્રૂઝને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું. એનસીબીએ હજુ સુધી સત્તાવાર રીતે લોકોના નામ જાહેર કર્યા નથી. ક્રૂઝમાં પકડાયેલા લોકોને મુંબઈ પરત લાવવામાં આવ્યા છે. હવે આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ક્રુઝ પર આ દરોડો NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે કર્યો હતો.