કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. વાસ્તવમાં કિર્ગિસ્તાનમાં સ્થાનિક લોકોએ ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા કરી હતી.
મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. વાસ્તવમાં કિર્ગિસ્તાનમાં સ્થાનિક લોકોએ ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા કરી હતી. સ્થાનિક લોકો અન્ય પાકિસ્તાની વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. ભારતીયો અને પાકિસ્તાનીઓ સરખા દેખાતા હોવાથી તે ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ ખતરો છે. આવી સ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલયે કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે અને તેમને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.
Monitoring the welfare of Indian students in Bishkek. Situation is reportedly calm now. Strongly advise students to stay in regular touch with the Embassy. https://t.co/xjwjFotfeR
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) May 18, 2024
હિંસા ફાટી નીકળવાનું કારણ શું છે?
કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ઇજિપ્ત અને અરબ વિદ્યાર્થીઓની સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો હતો અને આરબ વિદ્યાર્થીઓએ સ્થાનિક લોકોને માર માર્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો અને વિદ્યાર્થીઓને માર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે હોસ્ટેલમાં હુમલો થયો ત્યાં ઘણા ભારતીય અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પણ રહે છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે પણ ખતરો છે.
We are in touch with our students. The situation is presently calm but students are advised to stay indoors for the moment and get in touch with the Embassy in case of any issue. Our 24×7 contact number is 0555710041.
— India in Kyrgyz Republic (@IndiaInKyrgyz) May 18, 2024
ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી
ભારતીય વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'અમે ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ કિર્ગિસ્તાનની સ્થિતિ પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે 'અમે ભારતીય વિદ્યાર્થીઓની ભલાઇ માટે બિશ્કેકની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જો કે, ભારતીય વિદ્યાર્થીઓને હાલ પૂરતું ઘરની અંદર રહેવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.