શોધખોળ કરો
Advertisement
RJD રાજ્યસભાની બે બેઠકો પર ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં
આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ બિહારથી રાજ્યસભાની બે બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારવાના સંકેત આપતા સોમવારે કહ્યુ કે, હજુ હાલમાં અમારી પાસે રાજ્યસભાની ત્રણ બેઠકો છે.
નવી દિલ્હીઃ રાજ્યસભા ચૂંટણીને લઇને બિહારની મુખ્ય વિપક્ષ પાર્ટી આરજેડીએ કોગ્રેસના પત્રને નજરઅંદાજ કરતા રાજ્યસભાની બે બેઠકો પર ઉમેદવાર ઉતારવાના સંકેત આપ્યા છે. આ માટે મહાગઠબંધનમાં પોતાના સહયોગી પક્ષ કોગ્રેસને જૂના સંબંધોની વાત કરી છે.
આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ બિહારથી રાજ્યસભાની બે બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારવાના સંકેત આપતા સોમવારે કહ્યુ કે, હજુ હાલમાં અમારી પાસે રાજ્યસભાની ત્રણ બેઠકો છે. આ ચૂંટણીમાં બે બેઠકો આરજેડીમાં આવશે તો સંસદમાં અમારી સંખ્યા પાંચ થઇ જશે. જેનાથી રાજ્યસભામા અમારી પાર્ટી આરજેડીની માન્યતા જળવાઇ રહેશે.
રવિવારે કોગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે એક ખુલ્લો પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન મહાગઠબંધનના નેતાઓની જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યુ હતું કે, આરજેડી કોટાથી રાજ્યસભાની એક બેઠક બિહાર કોગ્રેસના નેતાને આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement