શોધખોળ કરો

Muharram: બોકારોમાં મોહરમના જુલૂસ દરમિયાન મોટી દૂર્ઘટના, તાજિયા હાઇટેન્શન વાયરની ઝપેટમાં આવતા થયો બ્લાસ્ટ, 4 લોકોના મોત, 9 ઘાયલ

આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો મોહરમનો તહેવાર મનાવી રહ્યાં છે, હાલમાં જ મોહરમને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે

Muharram Latest: આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો મોહરમનો તહેવાર મનાવી રહ્યાં છે, હાલમાં જ મોહરમને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના જુલૂસ દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં હાઇટેન્શન લાઇનને કારણે કુલ 13 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, આ ઘટના બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ 6 વાગ્યે ઘટી હતી. તમામ લોકો મોહરમમાં તાજિયાનું જુલુસ લઈને જઇ રહ્યાં હતા, ત્યારે 11000 વૉલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાજિયા ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગયા હતા, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, સાથે જ એમ્બ્યૂલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.

-

ઉજવાઈ રહ્યો છે આજે મોહરમ, જાણો આશૂરાનો ઈતિહાસ અને ધાર્મિક મહત્વ

મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. મુસ્લિમો માટે આ સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે. આ માસને વેદનાના મહિના તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ મહોરમ સાથે જોડાયેલી ખાસ વાતો. મોહરમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પહેલો મહિનો છે. ઇસ્લામમાં આ મહિનાનું ઘણું મહત્વ છે. તે મુસ્લિમ ધર્મમાં પવિત્ર મહિનાઓમાંનો એક છે. રમઝાન પછીનો બીજો પવિત્ર મહિનો મોહર્રમ છે. આ વર્ષે મોહરમ 31મી જુલાઈથી શરૂ થઈ છે. મોહરમનો 10મો દિવસ અથવા 10મો દિવસ યૌમ-એ-આશુરા તરીકે ઓળખાય છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઈમામ હુસૈનની શહાદતનો શોક મનાવે છે. આ દિવસને ઇસ્લામ ધર્મનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદના નાના પૌત્ર હતા. આશુરા ક્યારે છે અને આ દિવસનું ઐતિહાસિક મહત્વ શું છે, જાણીએ.

આશૂરા ક્યારે છે?

આ વખતે મોહરમ 31મી જુલાઈથી શરૂ થઈ છે. તેથી આશુરા 9 ઓગસ્ટ એટલે કે મંગળવારે છે. આ સિવાય પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આશુરા 9 ઓગસ્ટે છે. સાઉદી અરેબિયા, ઇરાક, યુનાઇટેડ આરબ અમીરાત અને અન્ય ઘણા દેશો જેવા કેટલાક અન્ય દેશોમાં 30 જુલાઇથી મોહરમ શરૂ થઇ હતી. તેથી આશુરા ત્યાં 08 ઓગસ્ટે ઉજવવામાં આવી હતી.

ઐતિહાસિક મહત્વ

હઝરત ઇમામ હુસૈન ઇસ્લામના સ્થાપક હઝરત મુહમ્મદના નાના પૌત્ર હતા. તેમની શહાદત મોહરમના 10મા દિવસે અથવા આશુરાના દિવસે થઈ હતી. હઝરત ઈમામ હુસૈને પોતાના ઈસ્લામના રક્ષણ માટે 72 સાથીઓ સાથે શહાદત આપી હતી. તેમના પરિવારના સભ્યો પણ તેમાં સામેલ હતા.  આ બલિદાનની યાદમાં મોહરમ ઉજવવામાં આવે છે. ઈતિહાસમાં કહેવામાં આવ્યું છે કે, મોહરમ મહિનાની 10 તારીખે ઈમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે કરબલાની લડાઈ થઈ હતી. કરબલા ઇરાકનું એક શહેર છે.

તાજિયાનું થાય છે આયોજન

આશૂરાના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢે છે. તાજીયા કાઢીને માતમ મનાવવામાં આવે છે.  જે જગ્યાએ હઝરત ઇમામ હુસૈનની કબર બનેલી છે ત્યાં એક જ પ્રકારના તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રામાં લોકો શોક વ્યક્ત કરે છે. સરઘસમાં ભાગ લેનારાઓ કાળા વસ્ત્રો પહેરે છે. શોક મનાવતી વખતે લોકો કહે છે કે યા હુસૈન,  હમ ન હુએ. એનો અર્થ એ થયો કે હઝરત ઈમામ હુસૈન, અમે બધા દુઃખી છીએ. કરબલાની લડાઈમાં અમે તમારી સાથે નહોતા, નહીંતર અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા પ્રાણની આહુતિ આપી દીધી હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
શેરબજારમાં આવશે જોરદાર તેજી? સેન્સેક્સ માટે 1,07,000નો ટાર્ગેટ સેટ, બ્રોકરેજ ફર્મને વિશ્વાસ
શેરબજારમાં આવશે જોરદાર તેજી? સેન્સેક્સ માટે 1,07,000નો ટાર્ગેટ સેટ, બ્રોકરેજ ફર્મને વિશ્વાસ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Embed widget