શોધખોળ કરો
Advertisement
કર્મનિષ્ઠાને સલામઃ બજેટ પ્રિન્ટિંગની વચ્ચે થયું પિતાનું નિધન, પરંતુ ન છોડી ફરજ
20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા.
નવી દિલ્હીઃ મોદી સરાકરનું બીજું બજેટ લોકસભામાં રજૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું. આ પહેલા એક માર્મિક ઘટના ઘટી છે. બજેટ છાપકામમાં વ્યસ્ત રહેલ ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માના પિતાનું 26 જાન્યુઆરીએ નિધન થયું હતું. પરંતુ શર્મા બજેટ છાપકામ કાર્યક્રમથી અલગ ન થયા અને ઘરે ન ગયા. તમને જણાવીએ કે, બજેટ છાપકામ સાથે જોડાયેલ અધિકાકરીઓને ખાસ નિયમ ફોલો કરવાનો હોય છે. શર્માએ પણ તેનો ફોલો કર્યો. તેમણે કહ્યું કે, બજેટ છાપકામ પૂરું થયા બાદ જ તે ઘરે જશે.
નાણાં મંત્રાલયમાં રહેલ તમામ અધિકારીઓએ શર્માની આ કર્મઠતાને સલામ કરી છે. 20 જાન્યુઆરીથી 100થી વધારે અધિકારીઓ નાણા મંત્રાલયમાં બજેટ બનાવવામાં લાગી ગયા હતા. બજેટ રજૂ થયાના લગભગ એક સપ્તાહ પહેલા જ આ લોકોને નોર્થ બ્લોકમાં નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. તેમને 24 કલાક ખાસ જગ્યાએ જ રહેવાનું હતું બજેટ રજૂ થયા બાદ જ તે ઘરે જઈ શકે છે.
ગુપ્ત રીતે થાય છે બજેટનું છાપકામ બજેટ બન્યા બાદ બજેટનું છાપકામ ખૂબ જ ગુપ્ત પ્રક્રિયા હેઠળ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાને કારણે વાતાવરળ સરળ બનાવવા માટે હલવા સેરમનીનું આયોજન થાય છે. બજેટ છાપકામ પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી અને કર્મચારી 10 દિવસ માટે સમગ્ર દુનિયાથી કપાઈ જાય છે. બજેટ બનાવવાનું કામ કરી રહેલ 50 અધિકારીઓએ અને કર્મચારીઓ ઘર જઈ નથી શકતા. નાણામંત્રી અને ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે. બજેટ બનવાની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હોય છે. કોઈપણ બહારની વ્યક્તિ નાણા મંત્રાલયમાં જઈ નથી શકતી. બજેટ બનવામાં લાગેલ કર્મચારી અને અધિકારી કોઈ પણ બહારની વ્યક્તિને મળી નથી શકતા. જો કોઈ વિઝિટરનું આવવું ખૂબ જ જરૂરી હોયતો તેમને સુરક્ષા કર્મચારીઓની નજર હેઠળ મોકલવામાં આવે છે.Informing with regret that Shri Kuldeep Kumar Sharma, Dy Manager (Press), lost his father on 26 Jan,2020. Being on budget duty, he was on job in the lock-in. In spite of his immense loss, Sharma decided not to leave press area even for a minute. @nsitharamanoffc @Anurag_Office
— Ministry of Finance (@FinMinIndia) January 30, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement