શોધખોળ કરો
બિહાર ચૂંટણીઃ 16 સપ્ટેમ્બરે ચિરાગ પાસવાને બોલાવી પાર્ટીના સાંસદોની બેઠક, 143 બેઠકો પર ઉમેદવારો ઉતારવા પર થશે ચર્ચા
બિહારના પટણામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઇ હતી.
![બિહાર ચૂંટણીઃ 16 સપ્ટેમ્બરે ચિરાગ પાસવાને બોલાવી પાર્ટીના સાંસદોની બેઠક, 143 બેઠકો પર ઉમેદવારો ઉતારવા પર થશે ચર્ચા LJP calls meeting of party MPs on Sep 16 બિહાર ચૂંટણીઃ 16 સપ્ટેમ્બરે ચિરાગ પાસવાને બોલાવી પાર્ટીના સાંસદોની બેઠક, 143 બેઠકો પર ઉમેદવારો ઉતારવા પર થશે ચર્ચા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/13031250/10.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પટણાઃ બિહારના પટણામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઇ હતી. બેઠકમાં બંન્ને દળો વચ્ચે બેઠકોની વહેંચણી પર ચર્ચા થઇ હતી. માનવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે ભાજપ સામે બેઠકોની વહેંચણીનો એક ફોર્મુલા રજૂ કર્યો પરંતુ નીતિશ કુમારને લઇને ચિરાગ પાસવાનનું વલણ આક્રમક જોવા મળી રહ્યુ છે.
એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને 16 સપ્ટેમ્બરના રોજ તમામ સાંસદોની બેઠક બોલાવી છે. દિલ્હીમાં થનારી બેઠકમાં બિહારની રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. બેઠકમાં એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે જે 7 સપ્ટેમ્બરના રોજ બિહાર પ્રદેશ સંસદીય બોર્ડની બેઠકમાં ચર્ચાયા હતા. આ બેઠકમાં તમામ સભ્યોએ ચિરાગ પાસવાનને સૂચન કર્યું હતું કે, પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવી જોઇએ નહીં. તેમનો તર્ક હતો કે નીતિશ કુમારની લોકપ્રિયતા બિહારમાં ઘટી છે અને લોકોમાં તેમના વિરુદ્ધ નારાજગી છે. પાર્ટીના ઔપચારિક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ સભ્યો બિહારની 143 વિધાનસભા બેઠકો પર પાર્ટીના ઉમેદવાર ઉતારવાના પક્ષમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)