શોધખોળ કરો
મોદીની ‘સપ્તપદી’, લોકડાઉન દરમિયાન ક્યા સાત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માંગ્યો લોકોનો સહકાર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. મોદીએ પોતાના સંબોધનમાં લોકોને ‘સપ્તપદી’નું પાલન કરીને સાત બાબતોમાં લોકોને સહકાર માંગ્યો છે. મોદીએ નીચેની સાત બાબતોનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરી છે. - વૃધ્ધોની કાળજી લેવી - માસ્ક પહેરવો - રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટેના આદેશોનું પાલન કરો - આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી - ગરીબોની મદદ કરો - કોઈને નોકરીમાંથી કાઢી ના મૂકવા - કોરોના વોરીયર્સનું સન્માન કરવું
વધુ વાંચો




















