શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 જૂન સુધી વધારવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં લોકડાઉનનો સમય 15 દિવસ વધારી તેને 30 જૂન કરવામાં આવ્યો છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી કે રાજ્યમાં લોકડાઉનનો સમય 15 દિવસ વધારી તેને 30 જૂન કરવામાં આવ્યો છે. પહેલા બંધ 15 જૂને ખત્મ થવાનું નક્કી થયું હતું. રાજ્ય મંત્રિમંડળની એક બેઠક બાદ તેમણે કહ્યું, રાજ્યમાં બંધને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. તમામ હાલમાં આપેલી છૂટ અને શરતો ચાલુ રહેશે. આ પહેલા અમે સામાજિક કાર્યક્રમો જેમકે લગ્ન અંતિમ સંસ્કારમાં 10 લોકોના સામેલ થવાની મંજૂર આપી હતી જેમાં વધારો કરી 25 કરી દેવામાં આવ્યું છે.
મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકારે રાજ્યમાં બંધની શરતોમાં એક જૂનથી ઢીલ આપતા પ્રાર્થના સ્થળો ખોલવાની અને જૂટ, ચા અને કન્સ્ટ્રસ્કશન ક્ષેત્રમાં કામ પૂર્ણ રીતે કરવાની મંજૂરી આપી હતી. આશરે બે મહિના બાદ પશ્ચિમ બંગાળમાં સોમવારે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ અને અન્ય પ્રતિષ્ઠાનોએ પોતાની સેવાઓ શરૂ કરી જેની મંજૂરી રાજ્ય સરકારે બંધમાં છૂટ આપતા કરી છે.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના 449 નવા કેસ સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં રવિવારે કુલ સંક્રમણનો આંક આઠ હજારને પાર થયો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર 3303 લોકો સ્વસ્થ થયા છે અને 396 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા 8187 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion