શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

દેશના આ જિલ્લાઓમાં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન, લોકો બહાર પણ નહીં નિકળી શકે, જાણો વિગત

કોરોના મહામારીના કારણે દેશના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં આજથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાત લાખની નજીક પહોંચી છે. જેની સાથે કોરોના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. કોરોના મહામારીના કારણે દેશના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં આજથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. જેમાં માત્ર જરૂરી વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવશે. તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે.  તિરુવનંતપુરમમાં આજે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. ટ્રિપલ લૉકડાઉન દરમિયાન વધારે કડડ પ્રતિબંધો હશે, ફક્ત જરૂરી સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવશે. કેરળના પ્રવાસન મંત્રીના કહેવા મુજબ, લોકોએ બહાર નીકળવાનું સાહસ ન કરવું જોઈએ. વાયરસને ફેલાતો અટકાવવા આપણે કડક નિયંત્રણોની જરૂર છે. ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના ઈટાનગર સ્થિત કેપિટલ કોમ્પલેક્સમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 6 જુલાઈથી એક સપ્તાહ સુધી લોકડાઉન જાહેર કર્યુ છે. મુખ્ય સચિવ નરેશ કુમારે જણાવ્યું કે, 6 જુલાઈના રોડ સવારે પાંચ વાગ્યાથી 12 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી ઈટાનગર કેપિટલ કોમ્પલેક્સમાં લોકડાઉન લાગુ રહેશે. છેલ્લા એક સપ્તાહમાં વધેલા કોરોના સંક્રમણના મામલાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લીધો છે. લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget