શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનના આ શહેરમાં કોરોના થયો બેકાબૂ, આજે મધરાતથી 8 દિવસ માટે લાદવામાં આવશે કડક લોકડાઉન, જાણો વિગતે
ક્લકેટર ઉજ્જવલ રાઠેડે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું, હવે કોરોનાની સ્થિતિ નિયંત્રિત કરવી મુશ્કેલ થઈ રહી છે. લોકો બેદરકારી દાખવી રહ્યા છે. અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોટો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 દિવસ લોકડાઉન લાદવાનો ફેંસલો કર્યો છે.
કોટાઃ રાજસ્થાનના કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઈ રહી છે. કોરોના પર કાબુ મેળવવા માટે કોટા કલેકટર ઉજ્જવલ રાઠેડે જિલ્લા ચિકિત્સા અને સ્વાસ્થ્ય વિભાગ, પોલીસ તંત્ર, નગર નિગમ તંત્ર તથા ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજીને કોટા કોર્પોરેશનમાં શનિવારે રાતે મધરાતથી 6 સપ્ટેમ્બર રાતે 12 વાગ્યા સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.
ક્લકેટર ઉજ્જવલ રાઠેડે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું, હવે કોરોનાની સ્થિતિ નિયંત્રિત કરવી મુશ્કેલ થઈ રહી છે. લોકો બેદરકારી દાખવી રહ્યા છે. અધિકારીઓ સાથે ચર્ચા કરીને કોટો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 દિવસ લોકડાઉન લાદવાનો ફેંસલો કર્યો છે.
તેમણે કહ્યું, જિલ્લામાં કોરોનાના સૌથી વધારે દર્દી કોટા શહેરમાંથી આવી રહ્યા છે. સંક્રમિત લોકોના 94 ટકા મામલા કોટા શેહરમાંથી મળી રહ્યા છે. આ સ્થિતિમાં લોકડાઉન લાદવા જિલ્લા તંત્ર મજબૂર બન્યું છે. કડક નિયમો સાથે લોકડાઉનનું પાલન કરાવવામાં આવશે.
જે લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તેમની સામે જિલ્લા તંત્ર, પોલીસ કડક કાર્યવાહી કરશે. જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ બજાર, દુકાનો સહિતની વસ્તુઓ લોકડાઉનમાં 8 દિવસ માટે બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion