શોધખોળ કરો
Advertisement
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં લાગુ થશે લોકડાઉન, જાણો માત્ર કોને મળશે છૂટ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2,67,665 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા સવા નવ લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે, અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે.
ન્યૂઝ એજન્સી ANI, મહારાષ્ટ્રમાં લોકડાઉનનો બીજો તબક્કો 18 થી 23 જુલાઈ સુધી રહેશે. આ દરમિયાન મેડિકલ સ્ટોર્સ, ડેરી, હોસ્પિટલ્સ અને જરૂરિ સેવાઓને છૂટ આપવામાં આવશે.
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ કહ્યું કે, દેશમાં હાલ લોકડાઉનની જરૂર નથી. રાજ્યોની સાથે કન્ટેનમેન્ટ ઝોન પર ફોક્સ વધારવાનું કામ કરવામાંઆવી રહ્યું છે. કોરોના વાયરસના વધી રહેલા મામલાને લઈ રાજ્યો પાસે માઈક્રો લોકડાઉનનો અધિકાર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2,67,665 પર પહોંચી છે. 10,695 લોકોના મોત થયા છે અને 1,49,007 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 1,07,963 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement