શોધખોળ કરો

Lok Sabha 2024: નોર્થ-ઈસ્ટ બાદ હવે 'દખ્ખણ'નો વારો, ભગવો લહેરાવવા BJPએ ઘડી સોગઠાબાજી

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જીતથી ઉત્સાહિત અને 2019 અને 2023 વચ્ચે દક્ષિણના કેટલાક રાજ્યોમાં બદલાયેલા માહોલથી ઉત્સાહિત ભાજપ આ વખતે દક્ષિણના રાજ્યોમાં આ વખતે ભગવો ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે.

BJP Mission South: ભાજપે પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપ અને ગઠબંધનને બે રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી મળી છે. જ્યારે મેઘાલયમાં કોનરાડ સંગમાની આગેવાની હેઠળની નેશનલ પીપલ્સ પાર્ટી સત્તામાં રહેશે. પૂર્વોત્તરમાં કિલ્લા પર વિજય મેળવ્યા બાદ પાર્ટી હવે દક્ષિણના દિલ જીતવા ઈચ્છુક બની છે. ભાજપ આ વિસ્તારમાં પણ ભગવો લહેરાવવા માંગે છે.

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં 129 બેઠકોમાંથી માત્ર 29 બેઠકો ભાજપના હાથમાં છે. પરંતુ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં જીતથી ઉત્સાહિત અને 2019 અને 2023 વચ્ચે દક્ષિણના કેટલાક રાજ્યોમાં બદલાયેલા માહોલથી ઉત્સાહિત ભાજપ આ વખતે દક્ષિણના રાજ્યોમાં આ વખતે ભગવો ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ 2024માં ફરી એકવાર એનડીએની સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.

શું દક્ષિણના દિલોમાં વસી શકશે ભાજપ?

કર્ણાટક અને તેલંગાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક તરફ જ્યાં કર્ણાટકમાં ભાજપની સરકાર છે તો બીજી તરફ તેલંગાણામાં BRS પાર્ટી સત્તા પર છે. તો કર્ણાટકમાં પણ થોડા મહિનાઓમાં જ ચૂંટણીઓ યોજાવાની છે. તેવી જ રીતે તેલંગાણામાં પણ ચૂંટણીના પડઘમ સંભળાવવા લાગ્યા છે. હવે આ રાજ્યોના ચૂંટણી પરિણામો જ દેખાડશે કે દક્ષિણ ભારતમાં વર્ષ 2024માં કમળ ખીલશે કે પછી તે એક કમળની કળી જ બનીને રહી જશે. બીજી તરફ જો કેરળની વાત કરીએ તો ત્યાં પાર્ટીનો એકપણ સાંસદ કે ધારાસભ્ય નથી.

વર્તમાન 29 બેઠકો પર નજર કરીએ તો આ બે રાજ્યો કર્ણાટક અને તેલંગાણાની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 28માંથી 25 બેઠકો જીતી હતી. જ્યારે તેલંગાણાથી પાર્ટીના 4 સાંસદો સંસદ પહોંચ્યા હતાં. દક્ષિણ ભારતના અન્ય રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં પાર્ટીના હાથ ખાલી છે. આ રાજ્યોમાં DMK, કોંગ્રેસ અને YSCRPનું વર્ચસ્વ છે. જો કે તમિલનાડુમાંથી પાર્ટીને ઘણી આશા છે.

તમિલનાડુમાં ભાજપની સ્થિતિ

જો તમિલનાડુની વાત કરીએ તો વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં તેણે 4 વિધાનસભા બેઠકો જીતી હતી. તે પણ જ્યારે ડીએમકેની લહેર ચાલી રહી હતી ત્યારે. પાર્ટીએ વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં 15 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પાર્ટીને લાગી રહ્યું છે કે વર્ષ 2024ની ચૂંટણી ગત વખત કરતા અલગ હશે. આગામી કેટલાક મહિનામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ તમિલનાડુની મુલાકાતે જવાના છે. તેઓ બૂથ સ્તરે ભાજપને મજબૂત કરવા માટે કામ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget