શોધખોળ કરો
કન્નૂરમાં VVPAT મશીનમાં નીકળ્યો સાંપ, થોડા સમય માટે મતદાન અટક્યું
લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બાકા માટે આજે કન્નૂરના એક મતદાન કેન્દ્ર પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે વીવીપેટ મશીનમાં અચાકન સાંપ આવી ગયો.

કન્નૂરઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બાકા માટે આજે કન્નૂરના એક મતદાન કેન્દ્ર પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે વીવીપેટ મશીનમાં અચાકન સાંપ આવી ગયો. સાંપ કાઢવાને લીધે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું. મય્યિલ કંડક્કાઈમાં એક મકદાન કેન્દ્ર પર વીવીપેટ મશીનમાંથી એક નાનો સાંપ બહાર આવ્યો જેને જોઈને અધિકારી અને મતદાતા ગભરાઈ ગયા હતા. જોકે સાંપને ત્યાંથી તરત જ દૂર કરવામં આવ્યો અને મતદાન કેન્દ્ર પર થોડા સમય માટે મતદાન બંધ રહ્યા પછી ફરી શરૂ થયું હતું. કન્નૂર મતદાન ક્ષેત્રમાં સાસંદ પી કે શ્રીમતી (માકપા-એલડીએફ), કે સુરેન્દ્રન (કોંગ્રેસ-યૂડીએફ) અને સી કે પદ્મનાભન (ભાજપ-રાજગ) ચૂંટણી મેદાનમાં છે.
વધુ વાંચો




















