(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Election 2024: કૉંગ્રેસ આજે જાહેર કરશે 50 ઉમેદવારોની ત્રીજી યાદી! મહારાષ્ટ્રમાં આ નામ થયા ફાઈનલ
આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કર્યા પછી, કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે.
Maharashtra Congress Candidates List: આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA) વચ્ચે સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી કર્યા પછી, કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. મહારાષ્ટ્ર કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ મહારાષ્ટ્રની 11 બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામ પણ ફાઈનલ કરી દીધા છે. જો કે, પાર્ટીએ હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી આજે જાહેર થઈ શકે છે. ત્રીજી યાદીમાં લગભગ 50 નામ હોઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને ભંડારા ગોંદિયાથી ચૂંટણી લડવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પટોલેએ હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી. પાર્ટીએ પણ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી એક-બે દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે.
કોણ-કોણ છે દાવેદાર
નામ | બેઠકનું નામ |
અમરાવતી | બલવંત વાનખેડે |
નાગપુર | વિકાસ ઠાકરે |
સોલાપૂર | પ્રણિતી શિંદે |
કોલ્હાપુર | શાહૂ છત્રપત્રી |
પુણે | રવીંદ્ર ધાંગેકર |
નંદુરબાર | ગોવાશા પાડવી |
ભંડારા ગોંદિયા | અંતિમ નિર્ણય નથી થયો |
ગડ ચિરોલી | નામદેવ કિરસાન |
અકોલા | અભય પાટીલ |
નાંદેડ | વસંતરાવ ચવ્હાણ |
લાતૂર | ડૉ શિવાજી કલગે |
બે લિસ્ટમાં 82 નામ જાહેર કરવામાં આવ્યા હતા
કોંગ્રેસે અત્યાર સુધીમાં ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. 12 માર્ચે તેણે લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. તેમાં 43 ઉમેદવારોના નામ હતા. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.
અગાઉ 8 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 39 નામ હતા. એકંદરે કોંગ્રેસે અત્યાર સુધીમાં 82 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ 82 ઉમેદવારોમાંથી 76.7% 60 વર્ષથી ઓછી ઉંમરના છે.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.