શોધખોળ કરો
Advertisement
નવા વર્ષમાં જ રાંધણગેસના ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો? જાણો નવો ભાવ
ગેસ કંપનીઓએ નોન સબસિડીવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડર (14.2)ના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો
નવી દિલ્હી: રેટ રિવીજન બાદ ગેસ કંપનીઓએ નોન સબસિડીવાળા ઘરેલૂ ગેસ સિલેન્ડર (14.2)ના ભાવમાં 19 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઘરેલુ સિલેન્ડર 749 રૂપિયાનો થઈ ગયો છે. જ્યારે કોમર્શિયલ સિલેન્ડર (19 કિલો) પર 29.50 રૂપિયાનો વધારો કરાયો છે. કારોબાર કરી રહેલા લોકોને હવે આ સિલેન્ડરના 1325 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે પાંચ કિલોવાળા નાના સિલેન્ડર પર સાત રૂપિયાનો વધારો કર્યો છે અને હવે આ 276 રૂપિયા ચૂકવવા પડશે. આ વખતે ઘરેલૂ ગેસ વાપરનારના ખાતામાં 238.10 રૂપિયાની સબસિડી જમા થશે. વધારો કરવામાં આવેલ ભાવ આજથી લાગુ ઈથઈ ગયા છે.
ઓગસ્ટ 2019માં 611 રૂપિયાનો હતો રાંધણગેસ
ઓગસ્ટ 2019માં 611.50 રૂપિયાનો ઘરેલૂ ગેસ સિલેન્ડર જાન્યુઆરી 2020માં 749 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે ગયા પાંચ મહિનામાં રાંધણગેસે ભાવમાં 137 રૂપિયાનો વધારો કર્યો છે જ્યારે કોમર્શિયલ સિલેન્ડરનો ઉપયોગ કરનાર ગ્રાહકો પર પ્રતિ ગેસની બોટલ 230 રૂપિયાનો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે.
ગેસની બોટલ..................ભાવ
14.2 કિલો.....................749 રૂપિયા
19 કિલો........................1325 રૂપિયા
05 કિલો.......................276 રૂપિયા
ગેસની બોટલના જાન્યુઆરી 2019માં 724 રૂપિયા હતાં
ગયા વર્ષ એક જાન્યુઆરી 2019ના રોજ ઘરેલુ સિલિન્ડર (14.2)ના ભાવમાં 121 રૂપિયા અને કોમર્શિલ બોટલ પર 190 રૂપિયાનો ઘટાડો થયો હતો. જોકે આ બન્ને ગેસની બોટલ પર ભાવ વધારી દેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion