MP BJP Candidates List: મધ્યપ્રદેશમાં ભાજપે 92 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
પાર્ટીએ આમાં 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશમાં છેલ્લી ચાર યાદીઓમાં 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
MP BJP Candidates List: આજે ભાજપે મધ્યપ્રદેશમાં તેની પાંચમી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આમાં 92 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે મધ્યપ્રદેશમાં છેલ્લી ચાર યાદીઓમાં 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બાકીના 94 નામોમાંથી પાર્ટીએ 92 નામોની જાહેરાત કરી છે.
ભાજપે પોતાની યાદીમાં ઘણા આશ્ચર્યજનક નામોની જાહેરાત કરી છે. શિવપુરી વિધાનસભા બેઠક પરથી ભાજપે યશોધરા રાજે સિંધિયાની ટિકિટ રદ કરીને દેવેન્દ્ર જૈનને ઉમેદવાર બનાવ્યા છે. જોકે, યશોધરાએ ઉંમર અને સ્વાસ્થ્યને ટાંકીને પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે. આ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને અહીંથી ટિકિટ આપવામાં આવશે, પરંતુ ભાજપની યાદીએ આ અટકળોને ખતમ કરી દીધી છે. શિવપુરીથી ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ ન આપીને દેવેન્દ્ર જૈનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने मध्य प्रदेश में होने वाले आगामी विधानसभा चुनाव-2023 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। (1/2) pic.twitter.com/iVLTEJByRV
— BJP (@BJP4India) October 21, 2023
ભાજપે અત્યાર સુધી 228 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે બે બેઠકો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપે અત્યાર સુધી પાંચ યાદીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા નથી. આ વખતે ભાજપે વિધાનસભાની લડાઈમાં સાત સાંસદોને મેદાનમાં ઉતારીને સૌને ચોંકાવી દીધા છે. પાર્ટીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ ટિકિટ આપી છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ત્રીજી યાદી જાહેર કરી
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ શનિવારે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 30 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ રોહિત ગુપ્તાને ગ્વાલિયરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સાગરથી મુકેશ કુમાર જૈનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજેશ કુમાર વર્માને જબલપુર કેન્ટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
230 બેઠકો પર ઉમેદવારો
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ પણ રાજ્યની તમામ 230 સીટો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. જો કે, બાકીની ઘણી બેઠકો પર હજુ ઉમેદવારો ઉતારવાના બાકી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર વર્ષથી આમ આદમી પાર્ટી મધ્યપ્રદેશમાં ખૂબ જ સક્રિય છે, જ્યારે છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતાઓ રાજધાની ભોપાલમાં જ છે.