શોધખોળ કરો
Advertisement
મધ્ય પ્રદેશ: CM કમલનાથે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, ફ્લોર ટેસ્ટ કરાવવાની કરી માંગ
કમલનાથે ભાજપ પર ધારાસભ્યોનું હૉર્સટ્રેન્ડિંગનો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપ દ્વારા ધારાસભ્યોને બંધક બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે શુક્રવારે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી એક પત્ર સોંપ્યો હતો. જેમાં ભાજપ પર ધારાસભ્યોનું હૉર્સટ્રેન્ડિંગનો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપ દ્વારા ધારાસભ્યોને બંધક બનાવવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજ્યપાલને પત્ર સોંપવાની સાથે કમલનાથે તેમને રાજકીય સ્થિતિ અંગે જાણ કરી હતી.
કમલનાથે રાજ્યપાલને વિનંતી કરી છે કે, તેઓ બેંગલુરુમાં કેદ રાખવામાં આવેલા ધારાસભ્યોની મુક્તિ માટે સુનિશ્ચિત કરે. આ ઉપરાંત કમલનાથે વિધાનસભા અધ્યક્ષ દ્વારા આગામી સત્રમાં ફ્લોર ટેસ્ટ કરવાનો અનુરોધ કર્યો છે.
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ સીટો માટે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જ્યાં કૉંગ્રેસના 22 જેટલા ધારાસભ્યે બગાવત કરતા કમલનાથની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજીનામું આપનાર ધારાસભ્ય મોટાભાગના સિંધિયાના સમર્થક છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કૉંગ્રેસ છોડી બુધવારે ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમને રાજ્યસભાના ઉમેદવા પણ બનાવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની વિચારધારા ખિસ્સામાં મૂકીને RSS સાથે ગયા: રાહુલ ગાંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion