શોધખોળ કરો
Advertisement
જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની વિચારધારા ખિસ્સામાં મૂકીને RSS સાથે ગયા: રાહુલ ગાંધી
જ્યોતિરાદિત્ય સિંધિયાને ન તો ભાજપમાં કોઈ સન્માન મળશે, ના તો પોતાને સંતોષ થશે. જ્યોતિરાદિત્ય આજે જે કંઈ પણ બોલી રહ્યાં છે, તે તેમના દિલનો અવાજ નથી. તેમના મનમાં કંઈક અલગ છે અને જીભ પર કંઈક બીજુ.
નવી દિલ્હી: મધ્યપ્રદેશના કૉંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે સિંધિયાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોઈના આવવા કે જવાથી પાર્ટી પર કોઈ અસર નહીં થાય. આ વિચારધારાની લડાઈ છે. એક બાજુ કૉંગ્રેસ અને બીજી બાજુ બીજેપી-આરએસએસ છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું અને તે મારી સાથે કોલેજમાં હતા, હું સારી રીતે તેમને ઓળખું છું. તે પોતાની રાજકીય કારકિર્દીને લઈ ચિંતિત થઈ ગયા છે અને પોતાની વિચારધારાને છોડી આરએસએસ સાથે ગયા છે. ”
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલમાં સૌથી મોટી સમસ્યા અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસ છે. નબળી અર્થવ્યવસ્થાના કારણે દેશ પર અસર પડશે. અમને દેશની ચિંતા છે. રાહુલે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર કહ્યું કે, આપણે જે જોયું તે માત્ર સુનામીની શરૂઆત છે. હજુ વધારે ખરાબ સ્થિતિ થશે. વડાપ્રધાન મોદી અર્થવ્યવસ્થા પર એક શબ્દ પણ નથી બોલતા, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણને અર્થવ્યવસ્થાની સમજ જ નથી.
" જ્યોતિરાદિત્ય સિંધિયાને ન તો ભાજપમાં કોઈ સન્માન મળશે, ના તો પોતાને સંતોષ થશે. જ્યોતિરાદિત્ય આજે જે કંઈ પણ બોલી રહ્યાં છે, તે તેમના દિલનો અવાજ નથી. તેમના મનમાં કંઈક અલગ છે અને જીભ પર કંઈક બીજુ. "
-રાહુલ ગાંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement