શોધખોળ કરો

અમ્માના રસ્તે શિવરાજ, હવે 10 રૂપિયામાં આપશે ભરપેટ ભોજન, જાણો શું છે યોજના

ઈંદોર: મિશન 2018ની  તૈયારી મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે અત્યારથી શરૂ કરી દીધી છે. જયલલિતાની જેમ હવે તેમણે મધ્યપ્રદેશમાં 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. આ યોજનાનું એલાન આગામી 25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 100મી જયંતિ પર થઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીએ આ અંગે પંચમઢીમાં યોજાયેલી ચિંતન બેઠકમાં વાત કરી હતી. બેઠકમાં હાજર એક વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા અનુસાર સીએમએ આ યોજના અંગે સંગઠનમાં ચર્ચા કરી હતી. તેમનું કહેવું હતું કે સરકાર હાલ એક રૂપિયે કિલોના ભાવે ઘઉં અને ચોખા આપે છે. પણ જે લોકો આ યોજનાના દાયરામાં નથી આવતા તેમનો પણ વિચાર કરવો જોઈએ. જેથી સરકાર દિનદયાળ સહકારી થાળી યોજના શરૂ કરી શકે છે. આ યોજના અંતર્ગત રાજ્યના ચાર મોટા શહેરોમાં સરકારી ભોજનાલય ખોલવામાં આવશે. જેમાં 10 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવશે. હાલ જે વિચાર છે તે મુજબ આ થાળીમાં દાળ, રોટલી, શાક. ભાત, અને અથાણું આપવામાં આવશે. યોજના વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર આ પ્રકારની યોજના શરૂ કરવા અંગે વિચાર કરી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. બજેટ ફાળવાયા બાદ આ યોજનાને 4 શહેરોમાં શરૂ કરવામાં આવશે. પછી જો આ યોજના સફળ રહી તો તેને આખા પ્રદેશમાં લાગુ પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ભાજપની ચિંતન બેઠક થી હતી, જેમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ શામેલ થયો હતો. નવેમ્બર 2018માં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે? સરકારે લોકસભામાં આપ્યો આ સ્પષ્ટ જવાબ
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget