શોધખોળ કરો
Advertisement
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારને હાઈકોર્ટનો ઝટકો, મેડિકલ અભ્યાસમાં 27 ટકા OBC અનામત પર લગાવી રોક
ભોપાલ: રાજ્યની હાઈકોર્ટે કમલનાથ સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મેડિકલ એજ્યુકેશનણાં 27 ટકા અનામત પર રોક લગાવી છે. આ નિર્ણય પર રોક લગાવવા માટે સામાન્ય વર્ગની 3 મેડિકલ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહ્યું હતું કે સરકાર દ્વારા ઓબીસી અનામતને 27 ટકા કર્યા બાદ હવે રાજ્યમાં કુલ 63 ટકા અનામત થયું છે જે 50 ટકા કરતા વધારે છે તેના પર રોક લગાવવામાં આવે.
હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું કે અનામત લાગૂ કરવાથી 50 ટકા કરતા વધારે અનામત ન હોવાના પ્રાવઘાનનું ઉલ્લંઘન થશે. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે OBC અનામત 14 ટકા જ રહેશે. કમલનાથ સરકારે 8 માર્ચે અધ્યાદેશ જાહેર કરી 14 ટકાથી વધારી ઓબીસી અનામત 27 ટકા કરી હતી.
હાઈકોર્ટે 27 ટકા ઓબીસી અનામત પર રોક લગાવવાની સાથે રાજ્ય સરકાર અને DME સામે નોટિસ પણ જાહેર કરી છે. હાઈકોર્ટે નોટિસ પર 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ મામલે જસ્ટિસ રવિશંકર ઝા અને જસ્ટિસ સંજય દિવેદીની ખંડપીઠ 27 માર્ચે આગામી સુનાવણી કરશે.
વાંચો: લોકસભા ચૂંટણીઃ ત્રિપુરામાં ભાજપને મોટો ફટકો, પાર્ટી ઉપાધ્યક્ષે પક્ષ સાથે ફાડ્યો છેડો, આપ્યું આવું કારણ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement