શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદઃ ચારેય આરોપીઓના એન્કાઉન્ટરની હવે થશે મેજિસ્ટ્રેટ તપાસ, ડૉક્ટરોની એક ટીમ કરશે પૉસ્ટમોર્ટમ
પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 27 નવેમ્બરે મહિલા સાથે ગેંગરેપ અને બાદમાં મર્ડરની ઘટના ઘટી, બાદમાં પોલીસે આ ઘટનાને અંજામ આપનારા ચારેય આરોપીઓને પકડી લીધા અને રિમાન્ડ મેળવીને કેસની તપાસ શરૂ કરી હતી. જોકે આજે સવારે આ કેસમાં મોટો વળાંક આવ્યો પોલીસે આ ચારેય આરોપીઓને રિકન્ટ્રક્શન દરમિયાન ઠાર માર્યા હતા.
એકબાજુ તેલંગાણા પોલીસેની કાર્યવાહીની પ્રસંશા થઇ રહી છે, તો બીજા કેટલાકો લોકો આના પર સવાલો ઉઠાવી રહ્યાં છે. હવે રિપોર્ટ છે કે, હૈદરાબાદમાં માર્યા ગયેલા આ ચારેય આરોપીના એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ થશે. એટલુ જ નહીં મૃતદેહોના પૉસ્ટમોર્ટમ માટે ડૉક્ટરોની એક ખાસ પેનલ બનાવવામાં આવી છે, જે પૉસ્ટમોર્ટમ કરશે સાથે તેની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી શકે છે.
પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા.
સાઇબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે કહ્યું કે આજે સવારે 3 થી 6 વાગ્યની વચ્ચે ચંદનપલ્લી, શાદનગરમાં ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવિન, શિવા અને ચેન્નેકશવુલુ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion