શોધખોળ કરો
ઈટલીમાં 6ની તીવ્રતાનો ભૂકંપ, 13ના મોત, અસંખ્ય ઈજાગ્રસ્ત

નવી દિલ્લી: ઈટલીના રિએતીમાં બુધવારે રિએક્ટર પર 6ની તીવ્રતાનો ભૂકંપના ઝાટકો અનુભવાયો હતો. સ્થાનીક મીડિયા અનુસાર આ ભૂકંપમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ફસાઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ પ્રભાવિત અમાત્રિસના મેયરે કહ્યું કે પહેલા અહીં એક શહેર વસેલું હતું, જે હવે રહ્યું નથી. સમાચાર એંજસી સિંહઆએ ઈટલીના આઈએનજીવીના હવાલાથી જણાવ્યું કે, આ ભૂકંપ સ્થાનીક સમય અનુસાર સવારે 1.36 વાગે નોંધાયો હતો. એ વખતે રાજધાની રોમમાં પણ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. રોમ અને મધ્ય ઈટલીમાં અડધી રાત્ર પછી આવેલા ભૂકંપની શરૂઆત તીવ્રતા 6.1 આંકવામાં આવી હતી. જ્યારે યૂએસ જિયોલૉજિકલ સર્વે પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.2 બતાવવામાં આવી હતી. ભૂકંપના કારણે મધ્ય અંબ્રિયા અને લા માર્ચ વિસ્તારોમાં લોકો રસ્તા ઉપર દોડતા જોવા મળ્યા હતા. યૂરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલૉજિકલ સેંટરે કહ્યું કે ભૂકંપનું કેંદ્ર રોમના પૂર્વોત્તરમાં રાયતીની પાસે હતું. રોમના ઐતિહાસિક કેંદ્રમાં સ્થિત મકાનોમાં લોકોને ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.
વધુ વાંચો




















