શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતને અડીને આવેલા રાજ્યના હિલ સ્ટેશન પર આભ ભાટ્યું? કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આંકડો જાણીને ચોંકી જશો
મહાબળેશ્વરની નજીક આવેલા તામ્હિણી ઘાટ નામના સ્થળે 1લી જૂનથી 6 ઓગસ્ટ સુધીમાં 242 ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે હવામાન વિભાગે હજુ વરસાદ પડે તેવી આગાહી પણ કરી છે.
મુંબઈ: દેશમાં સૌથી વધુ વરસાદ પડે એટલે આપણને તરત જ યાદ આવી જાય કે ચેરાપુંજી હશે. પરંતુ આ વખતે ચેરાપુંજીનો રેકોર્ડ મહારાષ્ટ્રમાં આવેલા મહાબલેશ્વરે તોડી નાખ્યો છે. ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન મહાબળેશ્વરે વરસાદની બાબતમાં વિક્રમ સર્જ્યો છે. અહીં ઓગસ્ટના પહેલા સપ્તાહમાં જ 80.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં વેસ્ટર્ન ઘાટની ટોચે આવેલું આ ગીરીમથક પ્રવાસીઓમાં જાણીતું છે.
અહીં ચોમાસામાં અઠવાડિયે સરેરાશ 70 ઈંચ વરસાદ નોંધાતો હોય છે. પરંતુ આ વખતના વરસાદે નવા વિક્રમો સર્જ્યો છે. મેઘાલયમાં આવેલું ચેરાપુંજી અને તેની પાસે આવેલું ગામ મોનસીનરામ તેના અઢળક વરસાદ માટે જગવિખ્યાત છે. મોનસીનરામ સૌથી વધુ વરસાદ મેળવતા સ્થળ તરીકેનો વિક્રમ ધરાવે છે. અહીં વર્ષે સરેરાશ 467 ઈંચ વરસાદ પડે છે. મહાબળેશ્વરે હજુ એ વિક્રમ તોડ્યો નથી.
પરંતુ 1લી જૂનથી 6મી ઓગસ્ટ સુધીમાં મહાબળેશ્વરમાં 216 ઈંચ વરસાદ પડ્યો છે. તેની સામે 1લી જૂનથી 6 ઓગસ્ટ સુધીમાંચેરાપુંજી અને મોનસીનરામમાં 210 ઈંચ વરસાદ પડ્યો છે. એટલા સમયગાળા પૂરતું મોનસીનરામ મહાબળેશ્વરથી પાછળ રહી ગયું છે.
મહાબળેશ્વર વરસાદ મેળવવામાં વિક્રમ ધરાવે છે, એટલે તેને વેસ્ટર્ન ઘાટનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. મહાબળેશ્વરની નજીક આવેલા તામ્હિણી ઘાટ નામના સ્થળે 1લી જૂનથી 6 ઓગસ્ટ સુધીમાં 242 ઈંચ વરસાદ ખાબક્યો છે.
એટલે કે 67 દિવસ દરમિયાન રોજનો સરેરાશ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો. મહાબળેશ્વરમાં અગાઉ ઑગસ્ટ 1900માં 158 ઈંચ, જ્યારે ઑગસ્ટ 2016માં એક મહિના દરમિયાન 102 ઈંચ મેઘો વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion