શોધખોળ કરો
એનકાઉન્ટર સ્પેશલિસ્ટ પ્રદીપ શર્મા શિવ સેનામાં જોડાયા, જાણો ક્યાંથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી
પ્રદીપ શર્માએ હાલમાં જ પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપ્યું હતું. પ્રદિપ શર્મા 100 થી વધુ ગેગસ્ટરોનું એનકાઉન્ટર કરી ચુક્યા છે.
![એનકાઉન્ટર સ્પેશલિસ્ટ પ્રદીપ શર્મા શિવ સેનામાં જોડાયા, જાણો ક્યાંથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી maharashtra assembly election encounter specialist pradeep sharma join shiv sena એનકાઉન્ટર સ્પેશલિસ્ટ પ્રદીપ શર્મા શિવ સેનામાં જોડાયા, જાણો ક્યાંથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/13210956/pradeep-sharma.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુંબઈ પોલીસના પૂર્વ એનકાઉન્ટર સ્પેશલિસ્ટ અધિકારી પ્રદીપ શર્મા શિવ સેનામાં જોડાઈ ગયા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં પ્રદીપ શર્માએ શિવસેનામાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રદીપ શર્મા મુંબઈની નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
પ્રદીપ શર્માએ હાલમાં જ પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપ્યું હતું. પ્રદિપ શર્મા 100 થી વધુ ગેગસ્ટરોનું એનકાઉન્ટર કરી ચુક્યા છે. 90ના દાયકામાં લગભગ દર બીજા દિવસે તેમનું નામ અખબારોમાં આવતું હતું. તેમના પર બોલિવૂડમાં અનેક ફિલ્મો બની ચુકી છે. ‘અબતક 56’ અને ‘મેક્સિમમ’ જેવી ફિલ્મો પ્રદીપ શર્મા પર બની ચુકી છે. પોલીસના કેરિયરમાં તેઓ ઘણીવાર વિવાદોમાં પણ ફસાયા હતા.
![એનકાઉન્ટર સ્પેશલિસ્ટ પ્રદીપ શર્મા શિવ સેનામાં જોડાયા, જાણો ક્યાંથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/13211115/pradeep-sharma-1-300x223.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)