શોધખોળ કરો
Advertisement
મરાઠા અનામતને બોમ્બે હાઈકોર્ટની મંજૂરી, કહ્યું - 16 નહી પણ 12-13 ટકા અનામત આપી શકાય
સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમાજને 16 ટકા અનામતને લઈને બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ રાજ્યમાં મરાઠા અનામત ચાલુ રહેશે. પરંતુ કોર્ટે કહ્યું સરકારે જે 16 ટકા અનામત આપી તે સંભવ નથી.
મુંબઈ: સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મરાઠા સમાજને 16 ટકા અનામતને લઈને બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી છે. કોર્ટના નિર્ણય મુજબ રાજ્યમાં મરાઠા અનામત ચાલુ રહેશે. પરંતુ કોર્ટે કહ્યું સરકારે જે 16 ટકા અનામત આપી તે સંભવ નથી.
કોર્ટે કહ્યું કે ગાયકવાડ કમીશનની રિપોર્ટ મુજબ 12-13 ટકા અનામત આપવી જોઈએ અને આ વાતને કોર્ટ પણ માને છે. આ સાથે જ કોર્ટે એસઈબીસી કમીશનની રિપોર્ટને પણ માની. કોર્ટે 50 ટકા વધારે અનામત આપવાની વાતને પણ કોર્ટે સંવિધાન મુજબ માન્યું છે. કોર્ટે કહ્યું અનામત આપવી રાજ્યનો અધિકાર છે. ગત વર્ષે 30 નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનમંડળમાં એક બિલ પસાર કરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસઈબીસી શ્રેણી મુજબ મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 16 ટકા અનામત આપવાની જોગવાઈ કરી હતી. અનામતને પડકારતા હાઈકોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી જ્યારે અનામતના સમર્થનમાં પણ કેટલીક અરજીઓ કરવામાં આવી હતી. જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની પીઠ 6 ફેબ્રુઆરીના તમામ અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી.Bombay High Court has upheld the reservation but says "16% is not justifiable." https://t.co/tnIVEKhybD
— ANI (@ANI) June 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement