શોધખોળ કરો
Advertisement
ભાજપના આ મુખ્યમંત્રીની પત્નીએ PM મોદીને ‘રાષ્ટ્રપતિ’ કહેતા થયો વિવાદ, ટ્વિટર પર થઈ ટ્રોલ
અમૃતાએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદીવસની શુભેચ્છા આપી હતી પરંતુ શુભેચ્ચા આપવાના ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા જણાવી દીધા.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસના એક ટ્વીટથી રાજનીતિ ગરમાઈ ગઈ છે. મંગળવારે પીએમ મોદીના 69મા જન્મદિવસ પર તેમને અભિનંદ આપતા અમૃતાએ એક ટ્વીટ કર્યું, જેના કારણે એક નવો વિવાદ ઉભો થયો છે. પીએમને બર્થડે વિશ રતાં અમૃતાએ તેને ફાધર ઓફ કન્ટ્રી કહ્યા. વિપક્ષે ત્યાર બાદ તેના પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર પણ અનેક યૂઝર્સે તેને ટ્રોલ કર્યા છે.
અમૃતાએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદીવસની શુભેચ્છા આપી હતી પરંતુ શુભેચ્ચા આપવાના ઉત્સાહમાં તેમણે પીએમ મોદીને રાષ્ટ્રપિતા જણાવી દીધા. તેમણે લખ્યું કે આપણા દેશના પિતા નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા, જેમણે સમાજના વિકાસ માટે અમને સતત કામ કરવાની પ્રેરણા આપી. આ ટ્વિટ બાદ અમૃતા સતત ટ્વિટર પર ટ્રોલ થઈ રહી હતી.
આ ટ્વીટને લઈને સોશિયલ મીડિયા વિપક્ષી દળો અને ભાજપા વિરોધીઓએ અમૃતાને ખૂબ ટ્રોલ કરી અને તેને ચાપલુસીનું સૌથી મોટુ ઉદાહરણ કહ્યું. ત્યાં કેટલાંય લોકોએ કહ્યું કે મહાત્મા ગાંધીની જગ્યા પર નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપિતા જણાવવુ શરમજનક છે. ચાલો જોઈએ કે અમૃતાના આ ટ્વિટનો જવાબ લોકોએ કેવો આપ્યો છે.Wishing the Father of our Country @narendramodi ji a very Happy Birthday - who inspires us to work relentlessly towards the betterment of the society ! #HappyBDayPMModiJi #HappyBdayPMModi #HappyBirthdayPM #happybirthdaynarendramodi pic.twitter.com/Ji2OMDmRSm
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) September 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement