દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. જેમાં મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે.
Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં નોંધાયા 31855 નવા કેસ
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.
![Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં નોંધાયા 31855 નવા કેસ Maharashtra Corona cases daily update reports 31855 new COVID-19 cases highest single-day spike since outbreak pandemic Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં નોંધાયા 31855 નવા કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/24/426c40db3118f5733e2bf28c2090e94d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મહારાષ્ટ્રમાં એકવાર ફરી કોરોનાને કહેર જોવા મળી રહ્યો છે. આજે પહેલીવાર એક દિવસમાં 31855 નવા કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં 5185 કેસની પુષ્ટી થઈ હતી. આ પહેલા મંગળવારે 28,699 કેસ સોમવારે 24,645, રવિવારે 30,535 નવા કેસ નોંધાયા હતા.
બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.
ઉલ્લેખનીય છે કે, આજે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયે મહારાષ્ટ્રની કોરોના સ્થિતિને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર અને પંજાબને લઈને પણ ચિંતા છે, કારણ કે ત્યાંની આબાદીને જોતા ત્યાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,34,058
કુલ રિકવરી 1,12,05,160
કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,68,457
કુલ મૃત્યુઆંક 1,60,441 પર પહોંચ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)