(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 57 હજારથી વધુ નવા કેસ, 222ના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રવિવારે અત્યાર સુધીના સૌથી વધારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 57 હજાર 74 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે વધુ 222 લોકોના મોત થયા છે. કોરોનાથી રવિવારે 27 હજાર 508 લોકો સ્વસ્થ થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રવિવારે અત્યાર સુધીના સૌથી વધારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 57 હજાર 74 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે વધુ 222 લોકોના મોત થયા છે. કોરોનાથી રવિવારે 27 હજાર 508 લોકો સ્વસ્થ થયા છે.
કોરોના સંક્રમણના નવા કેસ આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30 લાખ 10 હજાક 597 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 4 લાખ 30 હજાર 503 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 55 હજાર 878 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધીને 25 લાખ 22 હજાર 823 પર પહોંચી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈ રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. રવિવાર મંત્રિપરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ સિવાય દિવસભર કલમ 144 લાગુ રહેશે. એક જગ્યા પર પાંચથી વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી મુજબ, શનિવારે અને રવિવારે રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. આ તમામ નિયમો સોમવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ થશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસના કારણે નિયમો લાગુ કરાયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે વિકેન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલે જનતાને સંબોધન કરતાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે લોકો બેદરકાર બની ગયા છે, જાહેર સ્થળોએ ભીડને રોકવા માટે એક-બે દિવસમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.
શું ખુલ્લુ રહેશે અને શું બંધ ?
મોલ્સ, રેસ્ટોરાં અને બાર બંધ રાખવાનો નિર્ણય.
મહત્વપૂર્ણ સેવાઓ કાર્યરત રહેશે.
સરકારી કચેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.
શાકભાજી બજારો બંધ રાખવામાં આવશે નહીં.
શુક્રવારે રાત્રે 8 થી સોમવાર સવાર 7 સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.
હોટલમાં જમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.