Navneet Rana Bail: નવનીત રાણાને આ 6 શરતો પર કોર્ટમાંથી મળ્યા જામીન, જાણો......
નવનીત રાણા અને રવિના વકીલ રિઝવાન મર્ચેન્ટે બતાવ્યુ કે આજે સાંજ સુધીમાં બન્નેને મુક્ત કરવામાં આવી શકે છે.
Navneet Rana Get Bail: સાંસદ નવનીત રાણા, તેના પતિ અને ધારાસભ્ય રવિ રાણાને સેશન્સ કોર્ટે કેટલીક શરતોની સાથે જામીન આપી દીધા છે. નવનીત રાણા અને રવિ રાણા છેલ્લા 11 દિવસોથી જેલમાં હતા, સેશન્સ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો બતાવવામાં આવેલી શરતોનુ ઉલ્લંઘન થયુ તે જામીન રદ્દ થઇ જશે, આ પછી નવનીત રાણાને ફરીથી જેલમાં જ જવુ પડશે.
નવનીત રાણા અને રવિના વકીલ રિઝવાન મર્ચેન્ટે બતાવ્યુ કે આજે સાંજ સુધીમાં બન્નેને મુક્ત કરવામાં આવી શકે છે.
નવનીત રાણા અને તેના રવિ રાણાને આ 6 શરતો પર મળ્યા જામીન -
- રાણા દંપતિ મામલા સાથે જોડાયેલા કોઇપણ વાત મીડિયા સામે આવીને નથી કહી શકતા.
- સબૂતોની સાથે કોઇપણ જાતની છેડછાડ ના કરે.
- જે કેસમાં તેમની ધરપકડ થઇ છે એવુ કોઇકામ તે ફરીથી ના નથી કરી શકતા.
- રાણા દંપતિને તપાસમાં સહયોગ આપવો પડશે.
- જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર (IO) પુછપરછ માટે બોલાવે છે, તો જવુ પડશે. IO આ માટે 24 કલાક પહેલા નૉટિસ આપશે.
- જામીન માટે 50-50 હજારનો બૉન્ડ ભરવો પડશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદની વચ્ચે સાંસદ નવનીત રાણાએ એલાન કર્યુ હતુ કે, તે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર જઇને હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આનો વિરોધ કરતા શિવસેના કાર્યકર્તાઓએ રાણા પરિવારના ઘરની બહાર હંગામો અને પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં રાણા દંપતિની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે